મલેશિયા માં બિલાડી ની હત્યા કરનાર આરોપી ની સજા સાંભળી ને દંગ રહી જાશો.... - Dhiraj News

મલેશિયા માં બિલાડી ની હત્યા કરનાર આરોપી ની સજા સાંભળી ને દંગ રહી જાશો….

મલેશિયા ની કોર્ટ એક અનોખો અને ગજબ નો ચુકાદો આપ્યો હતો……..જેમાં એક આરોપી ને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો…..

મલેશિયાની કોર્ટે મંગળવારે લૉન્ડ્રિનાં ડ્રાયરમાં ગર્ભવતી બિલાડીને ભરીને હત્યા કરવાના આરોપમાં આરોપીને 34 મહિનાની જેલની સજા આપી હતી .આટલું જ નહીં આરોપી ને 7 લાખ રૂપિયાનો જેટલો દંડ પણ ફટકાર્યો છે. 42 વર્ષીય કે. ગણેશને કોર્ટે દોષી જાહેર કરીને આ સજા ફટકારી છે.

જો તે 7 લાખ રૂપિયાનો દંડ નહીં ભરે તો તેને 4 મહિના વધારે જેલમાં રહેવું પડશે. કોર્ટના ન્યાયાધીશ રાશિહાહ ગઝાલીએ જણાવ્યું કે, અમને આશા છે કે આ સજા પરથી ઘણા લોકને શીખ મળશે.અને પશુપ્રેમી થશે……

જે લોકો પ્રાણીઓ સાથે ક્રૂરતાભર્યો વ્યવહાર કરશે તેમને આવી જ સજા ફટકારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગણેશનો અપરાધ ગયા વર્ષે મીડિયાની સામે આવ્યો હતો, જ્યારે તેની વીડિયો ક્લિપ સોશ્યિલ મીડિયા માં વાયરલ થયી હતી…..

સીસીટીવી ફૂટેજની મદદથી બિલાડીની હત્યાનો ખુલાસો થયો હતો. આ ઘટનાની માહિતી એક મહિલાએ પોલીસને આપી હતી……

ત્યારબાદ પોલીસે ગણેશને શોધીને ધરપકડ કરી હતી……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *