ચાલવાની ગતિ અને સ્ટાઇલ બતાવે છે,કે તમે કેટલા જલ્દી વૃદ્ધ થશો....... - Dhiraj News

ચાલવાની ગતિ અને સ્ટાઇલ બતાવે છે,કે તમે કેટલા જલ્દી વૃદ્ધ થશો…….

એક રિચર્ચ કંપની ના અહેવાલ મુજબ ચાલવાની ગતિ પર વૃદ્ધાવસ્થા નિર્ભય રહે છે…આ વાત સાબિત પણ થયી ચુકી છે….

રિચર્ચ ના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ , વ્યક્તિ કેવી રીતે ચાલે છે તે તેનાં અંગો અને તેના સ્વાસ્થ્ય પર નિર્ભય રહે છે. વસ્તુને સમજવાની અને તેના પર પ્રતિક્રિયા આપવાની ક્ષમતાને પણ ચાલવાની સ્પીડ સાથે જોડી શકાય છે,ધીમી ગતિ દર્શાવે છે કે વ્યક્તિનાં ઓર્ગન્સનાં ફંક્શન ખરાબ થઈ જાય છે …. અને જે સમયથી પહેલાં વૃદ્ધાવસ્થામાં પ્રવેશવાની સાથે તેની સાથે આવનારી બીમારીનો ભોગ પણ બનાવે છે.

ધીમે અને ઝડપથી ચાલતાં બાળકોના આઈક્યૂની વચ્ચે 12 અંકનું અંતર જોવા મળે છે . વ્યક્તિના વૃદ્ધાવસ્થામાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેવું હશે તે ટેસ્ટ કરવામાં આવે છે. વ્યક્તિની ચાલવાની ગતિ એ દર્શાવી શકે છે કે, તેની વૃદ્ધાવસ્થા કેટલી જલ્દી આવી રહી છે

વિશ્વમાં માં બધા લોકોની ચાલવાની ગતિ અલગ અલગ જોવા મળતી હોય છે છે. કેટલાક લોકો ઝડપી ચાલે છે…. તો કેટલાક બહુ ધીમી ગતિએ અને અમુક લોકો મધ્યમ ગતિએ ચાલે છે…. પરંતુ હવે નવું આવેલું એક રિસર્ચ કહે છે,કે વ્યક્તિની ચાલવાની ગતિ એ દર્શાવી શકે છે કે, તેની વૃદ્ધાવસ્થા કેટલી જલ્દી આવી રહી છે.

‘જામા નેટવર્ક ઓપનર’માં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, 45 વર્ષની એવી વ્યક્તિ જે કુદરતી રીતે જ ગતિ ધીમી પડતી જાય છે ,તેમનાં મગજ અને શરીરમાં જલ્દી વૃદ્ધ થવાના લક્ષણો જોવા મળ્યાં છે. 19 સ્કેલને આધાર રાખી ને આ લક્ષણ માપવામાં આવ્યા હતા….જેના દ્વારા વ્યક્તિના વૃદ્ધાવસ્થામાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેવું હશે તે ટેસ્ટ કરવામાં આવે છે.

આ રિસર્ચમાં સામે આવ્યું કે, આવી વ્યક્તિઓને અલ્ઝાઈમર્સ જેવી ભૂલવાની બીમારી થવાની શક્યતા વધી જાય છે. સાથે તેમનાં ફેફસાં, દાંત અને રોગપ્રતિકારક શક્તિ તે લોકોની સરખામણીએ ખરાબ સ્થિતિમાં હતી જે પ્રાકૃતિક રીતે મધ્યમ અથવા ઝડપથી ચાલવાનું રાખે છે.

એટલું જ નહીં, ધીમું ચાલનારા લોકોના ચહેરા પર કરચલી થવાની અસર જલ્દી દેખાવા લાગે છે… આઠ લોકોની પેનલ દ્વારા અલગ અલગ ઉંમરના લોકોની તસવીર પર તેમની પ્રતિક્રિયાની નોંધ લેવા પર આ તારણ બહાર આવ્યું છે.

યુએસની ‘ડ્યૂક યુનિવર્સિટી’ના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ , જે પરિણામો સામે આવ્યાં તે ખુબ ચોંકાવનારાં હતાં. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, બાળક જ્યારે ત્રણ વર્ષનું થાય છે ત્યારે તેના મગજના વિકાસના આધાર પર વૈજ્ઞાનિકો તે શોધી શકે છે કે તે મધ્યમ વય જૂથમાં પહોંચશે ત્યારે કેટલું ઝડપથી ચાલશે. સાથે તેનો આઈક્યૂ સ્કોર, ભાષા સમજવાની ક્ષમતા, મોટર સ્કિલ્સ અને ઈમોશનલ કંટ્રોલ દ્વારા પણ કેટલું ઝડપથી ચાલશે તે જાણકારી મેળવી શકાય છે. ધીમે અને ઝડપથી ચાલતાં બાળકોના આઈક્યૂની વચ્ચે 12 અંકનું અંતર જોવા મળ્યું છે.

આમ આ રિચર્ચ કંપનીએ આ વાત સાબિત કરી છે……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *