ગોપીનાથજી મંદિર ના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી ની ગાડી પર અજાણ્યા શખ્સોએ એ કર્યો હુમલો.... - Dhiraj News

ગોપીનાથજી મંદિર ના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી ની ગાડી પર અજાણ્યા શખ્સોએ એ કર્યો હુમલો….

બોટદ/ ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર અજાણ્યા શખ્સો એ હુમલો કર્યો હતો…… એસ.પી. સ્વામી આચાર્ય પક્ષના છે….. મળતી માહિતી પ્રમાણે એસ.પી.સ્વામી ઇનોવા કાર લઈને મંદિરેથી બોટાદ જવા માટે નીકળ્યા હતા ત્યારે અચાનક હુમલો થયો હતો……

હુમલાખોરોએ એસ.પી. સ્વામી સવાર હતા તે કારના આગળના અને પાછળના કાચ તોડી નાખ્યા હતા.બાદમાં આ હુમલાખોરો એસ.પી.સ્વામી ને મારવા કાર નો પીછો પણ કર્યો હતો…..

અહેવાલ મુજબ ઇનોવા કારમાં જઈ રહેલા એસ.પી. સ્વામી પર ગઢડા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર ખાતે બે શખ્સોએ ગાડી પર લોખંડના પાઇપ થી કાર ના કાચ તોડ્યા હતા…… હુમલાખોરોએ એસ.પી. સ્વામી સવાર હતા તે કારના આગળના અને પાછળના કાચ તોડી નાખ્યા હતા……બાદમાં બંને શખ્સોએ બાઇક લઈને પણ સ્વામીને મારવા તેમની ઈનોવા ગાડીનો પીછો કર્યો હતો…..


ઘટના બાદ એસ.પી.સ્વામી સહિતના સંતો એ પોલીસ ની મદદ લીધી હતી…અને પોલીસ ને બધી માહિતી આપી હતી……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *