સુરત-14 વર્ષમાં પહેલીવાર ઉકાઈ ડેમ છલકાવાના આરે, આ ડેમ પણ ભયજનક સપાટી નજીક.. - Dhiraj News

સુરત-14 વર્ષમાં પહેલીવાર ઉકાઈ ડેમ છલકાવાના આરે, આ ડેમ પણ ભયજનક સપાટી નજીક..

આ વર્ષે સારા વરસાદ ના કારણે મોટા ભાગના ડેમો છલકાયા હતા,જેમાં ઉકાઈ ડેમ 14 વર્ષ માં પહેલીવાર છલકાવાના નજીક પહોંચ્યો છે….

રિપોર્ટ મુજબ હાલ ઉકાઈ ડેમની સપાટી 345 ફૂટને પાર પહોંચી ગયી છે. જ્યારે ઉકાઈ ડેમમાં હાલમાં 6729 ક્યુસેક પાણીની સંગ્રહ ક્ષમતા છે.જેથી પાણી ની આવક ની સામે જાવક ચાલુ કરવામાં આવી છે.વર્ષ 2006ની રેલ બાદ 14 વર્ષ પછી આ વર્ષે ઉકાઇ ડેમ 100 ટકા ભરાયો છે. મહારાષ્ટ્ર જેવા ઉપરવાસ માં પડેલા સારા વરસાદ ના કારણે ઉકાઈ ડેમ પહેલી વાર છલકાવાના આરે પહોંચ્યો છે..

એક તરફ જ્યાં રાજ્યમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે આ વર્ષે તાપીનો ઉકાઈ ડેમ 14 વર્ષ બાદ છલકાયો હોવાના સમાચાર મળ્યા છે. 2006 બાદ પહેલીવાર ડેમમાં નીરનું પ્રમાણ 100 ટકા પહોંચ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે.

આ સાથે સૂર્ય પુત્રી તાપી નદીના ઉપરવાસ માં આવેલા તમામ ડેમો સારા વરસાદ ના કારણે છલકાય છે…. વિશ્લેષકો મુજબ આગામી બે વર્ષ સુધી સુરત શહેર-જિલ્લા સાથે દક્ષિણ ગુજરાતમાં પીવા સાથે સિંચાઇના પાણીની તકલીફ નહીં પડે. ઉપરાંત હથનૂર ડેમની વાત કરીએ તો 99 ટકા સુધી ભરાઇ ગયો છે અને ભયજનક 214 મીટરના લેવલ સામે હાલમાં 213.850 મીટર સપાટી છે…..


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *