પંજાબ ની નાભા જેલ માં બે ગેંગસ્ટર ના લગ્ન થયા,પોલીસ એ જાનૈયા ની ભૂમિકા ભજવી... - Dhiraj News

પંજાબ ની નાભા જેલ માં બે ગેંગસ્ટર ના લગ્ન થયા,પોલીસ એ જાનૈયા ની ભૂમિકા ભજવી…

પંજાબની નાભા જેલ ગેંગસ્ટરનાં લગ્નને લીધે મીડિયાની નજરમાં ચોક્કસ આવી જ જાય છે……

1 નવેમ્બરે ગેંગસ્ટર મનદીપે લગ્ન કર્યાં, 15 નવેમ્બરે વસીમે નિકાહ પઢ્યા…. આ બંને  ગેન્ગસ્ટરે પેરોલ માટે માગણી કરી હતી જે, કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી…….

શુક્રવારે અન્ય એક નિકાહ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થયા છે. વસીમે નિકાહ માટે પેરોલની માગ કરી હતી, પણ તે ન મળતા જેલમાં જ લગ્ન કરવા પડ્યા. આની પહેલાં 1 નવેમ્બરે ગેંગસ્ટર મનદીપના લગ્ન પણ આ જ જેલમાં થયા હતા.

હત્યાના આરોપમાં વસીમને નિકાહના 3 દિવસ પહેલાં અરેસ્ટ કર્યો હતો. વસીમે હાઇકોર્ટને પેરોલની અરજીમાં જણાવ્યું કે, મારી સગાઈ થઈ ગઈ છે…… અને નિકાહ કરવા માટે મને પેરોલ આપવા વિનંતી।…..

જો કે, હાઇકોર્ટે પેરોલ તો નહીં પણ જેલમાં નિકાહ કરી શકે તેની છૂટ આપી હતી. શુક્રવારે બંનેના નિકાહ થયાં, દુલ્હને વસીમને જેલમાં અલવિદા કહીને એકલી 8 પોલીસકર્મી સાથે વિદાય લીધી…. જેલમાં મૌલવી સાહેબને લઈને બંને પક્ષના કુલ 8 લોકો ઉપસ્થિત હતા…….

આમ પંજાબ ની નાભા જેલ ના લગ્ન મીડિયા ની નજર માં આવી ગયા હતા……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *