લવ મેરેજ કરનારી બહેન ની સગા ભાઈઓ એ પાઇપ થી હત્યા કરી. - Dhiraj News

લવ મેરેજ કરનારી બહેન ની સગા ભાઈઓ એ પાઇપ થી હત્યા કરી.

આ ઘટના ગુજરાત ના ભરૂચ ની છે..જ્યાં એક બેહેને પોતાના પરિવાર ના મરજી વિરુદ્ધ પ્રેમી સાથે લગ્ન કર્યા હતા….

જેથી પોતાના બે સગા ભાઈઓ એ સગી બહેન ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી…પોલીસે બંને ભાઈઓ ની ધરપકડ કરી છે…..

આ ઘટના ભરૂચ ના ઝઘડિયા તાલુકા માં બની હતી…જેમાં મૃતક સરસ્વતી વસાવા અને તેમનો પતિ બાઈક પર જઈ રહ્યા હતા…ત્યારે બાઇક ને ટક્કર મારી ને બંને ને નીચે પાડી દેવાયા હતા…અને પછી લોખંડ ના પાઇપ વડે હુમલો કરાયો હતો….જેમાં સરસ્વતી વસાવા નું મોત થયું હતું…અને જયારે તેમના પતિ ને ગંભીર ઈજા થયી હતી…..

પોલીસ ના જણાવ્યા મુજબ સરસ્વતી અને પ્રેમી હેમંત દૂર ના પિતરાઈ ભાઈ થતા હતા…. જેમાં હેમંત ઝઘડિયા કેમિસ્ટ તરીકે કામ કરતા હતા….અને સરસ્વતી ઝંબુસર ની સ્કૂલ માં ભણાવતી હતી….સરસ્વતી જે સમાજ માંથી છે…એ સમાજ માં દૂર ના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવા સામાન્ય વાત છે….પરંતુ સરસ્વતી ના પરિવાર ને આ સબંધ સ્વીકાર્ય ના લાગતો હતો…..

જેથી સરસ્વતી અને હેમંત એ લગ્ન કરી લીધા હતા….બંને પાસે લગ્ન પ્રમાણપત્ર પણ હતું…

સરસ્વતી ના ભાઈ મુકેશ અને અતુલ એ કાર વડે બાઈક ને ટક્કર મારીને બંને પર હુમલો કર્યો હતો…

પોલીસ એ આગળ ની તાપસ તેજ કરી છે……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *