એક બકરી ના મોત થી કંપની ને થયું 2.68 કરોડ નું નુકશાન. - Dhiraj News

એક બકરી ના મોત થી કંપની ને થયું 2.68 કરોડ નું નુકશાન.

ઓરીસ્સા માં મંગળવાર ના રોજ રોડ પર અકસ્માત માં એક બકરી નું મોત થયું હતું,જેના કારણે કંપની ને 2.68 કરોડ ની નુકશાની નો સામનો કરવો પડ્યો હતો,અને સરકારી ખજાના ને પણ 46 લાખ નું નુકશાન ભોગવવું પડ્યું હતું.

મળતી માહિતી મુજબ મહાનદી કોલફિલ્ડ લિમિટેડ (MCL)કંપની નો ટ્રક કોલસો ભરીને જઈ રહ્યો હતો,અચાનક બકરી ટ્રક અડફેટે આવી જતા બકરી નું મોત થયું હતું.

ગામ ના લોકો એ બકરી ના મોત ના બદલામાં 60 હાજર ની માંગણી કરી હતી.પરંતુ હોબાળો અચાનક વધવાના કારણે કંપની ને કામ રોકવું પડ્યું હતું.કામ માં અડચણ અવાના કારણે કંપની ને ટોટલ 2.68 કરોડ નું નુકશાન થયું હતું.સરકારી ખજાના ને પણ 46 લાખ નું નુક્શાન થયું હતું.પોલીસ ના હસ્તક્ષેપ પછી કામ ચાલુ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *