લ્યો કરો વાત:શ્રદ્ધાળુએ અંબાજી મંદિરમાં નકલી અમુલ ઘીનો 15 કિલોનો ડબો ભેટ આપ્યો....! - Dhiraj News

લ્યો કરો વાત:શ્રદ્ધાળુએ અંબાજી મંદિરમાં નકલી અમુલ ઘીનો 15 કિલોનો ડબો ભેટ આપ્યો….!

આજે વસ્તુ માં ભેળ-સેળ થતી જોવા મળતી હોય છે.પરંતુ એક શ્રદ્ધાળુ એજ મંદિર માં નકલી 15 કિલોનો ઘીનો ડબો ભેટ માં આપ્યો હતો.આ નકલી ઘીનો ડબ્બો જોઈને મંદિર ના ટ્રસ્ટ એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ને નકલી ઘી ના વેચાણ મુદ્દે ફરિયાદ કરાઈ હતી.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ના અધિકારી ઓએ જણાવ્યું કે ” આ અમુલ બ્રાન્ડ ઘીનો ડબો મંદિર નજીક આવેલી ગણપતિ ટ્રેડર્સ નામની દુકાનમાંથી ખરીધ્યા હોવાનું માલુમ પડતા તે દુકાનદારને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી……..જોકે આ વેપારીએ જણાવ્યું હતું કે અંબાજીના ગુજરાત ટ્રેડિંગ નામના વેપારી આ અમુલ ઘીનો ડીલર છે…… અમે તેની પાસેથી લાવીને વેચાણ કરીયે છીએ. જોકે આ બાબતે દુકાનદાર તરફથી પાકા બિલ પણ ન અપાતા હોવાની હકીકત સામે આવી હતી. જેને લઈ અંબાજીના બજારમાં બનાવટી ઘી જેવી વસ્તુ જ નહ. પણ જી એસ ટી (GST) જેવા સરકારી ટેક્સની ચોરી થતા હોવાની બાબતનો ઘટસ્ફોટ થયો છે.

 હાલમાં દિવાળીના તહેવારો (Diwali festival) માથે આવી રહ્યા છે. ત્યારે એક તરફ મોંઘવારી અને બીજી તરફ આવી બનાવટી ચીજવસ્તુઓ અને તે પણ અસલીનો ભાવ લેવાતો હોવાથી લોકોને આર્થીક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થયી રહ્યા છે……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *