ચાલો દિવાળી ના નાસ્તા માં 'સુંવાળી' બનાવતા શીખીયે.... - Dhiraj News

ચાલો દિવાળી ના નાસ્તા માં ‘સુંવાળી’ બનાવતા શીખીયે….

દિવાળી આવે એટલે ઘરે ઘરે નાસ્તા બનાવવાની પ્રકિયા ચાલુ…બધાની ઘરે અલગ અલગ અવનવા નાસ્તા બનતા હોય છે…….કોઈક ના ઘરે ફારસી પુરી,જાડી સેવ,સેવ,ગાંઠિયા જેવી અવનવી વસ્તુ બનતી જોવા મળતી હોય છે….ચાલો આજે સુંવાળી બનાવતા શીખીયે……

સુંવાળી બનાવામાં જરૂરી વસ્તુ….

  • 140 ગ્રામ ખાંડ
  • 1 ચમચી તલ
  • 5 ચમચી ઘી મોણ માટે
  • 100 ml પાણી અથવા દૂધ
  • ચપટી એલચી પાવડર
  • તળવા માટે ઘી
  • 250 ગ્રામ મેંદો……

સુંવાળી બનાવવાની રીત:

સૌ પ્રથમ ખાંડ લઈને તેમાં 100 ml પાણી ઉમેરી સહેજ ગરમ કરી ખાંડ ઓગાળી લો…….ખાંડ ઓગળી જાય એટલે તેને ઠંડુ પડવા દો……..

ત્યાર બાદ લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદાનો લોટ ચાળી લો……તેમાં ઘી અને એલચી પાવડર સારી રીતે મિક્સ કરી લો……

તૈયાર કરેલા મેંદાના લોટને ખાંડના ઠંડા પડેલા પાણીથી કઠણ લોટ બાંધી લો…… લોટ બાંધવા થોડું પાણી ઓછું પડે તો બીજુ સાદુ પાણી ઉમેરવું. પછી આ લોટને 30 મિનિટ જેટલો રેસ્ટ આપો…….

30 મિનિટ બાદ લોટને સહેજ ઘી થી મસળી લો…… આ તૈયાર કરેલા લોટમાંથી નાના લુવા બનાવી તેમાંથી પાતળી પુરી વણી લો. આ રીતે બધી પુરીઓ વણી લો……

બધી જ પુરીઓ વણાઈ જાય એટલે પછી એક વાસણમાં ઘી ને ગરમ કરવા મૂકો…… ઘી ગરમ થઇ જાય પછી ગેસની આંચને ધીમી કરી પુરીને આછા ગુલાબી રંગની થાય તેમ કડક પુરી તળી લો…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *