સુરત ના વિદ્યાર્થી ઓ એ સેટેલાઇટ ની દુનિયામાં વગાડ્યો ડંકો. બનાવ્યો 29 ગ્રામ નો સેટેલાઇટ.
બારડોલી ની એન્જિનિયરીંગ કોલેજ SNPITRC દ્વારા નોવા જેટ પ્રોપલ્શન લેબ ચલાવામાં આવે છે.જેને કોસ્મેગન સ્પેસ ઓર્ગનાઇઝ ની શાખા પણ બનાવામાં આવી છે.જેને હાલમાં ઓર્ગનાઈઝ સુરત ના વિધાર્થી ઓ કરી રહ્યા છે.આ સંસ્થા દ્વારા “HAWKSAT” નામનો ખુબજ હળવો સેટેલાઈટ બનાવામાં આવ્યો છે.
જેમાં સુરત ના 3 વિદ્યાર્થી (1)નિવેદ હરીશ (2)કિશન કાનાણી (3)હર્ષલ ટી શુક્લા ખુબજ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.આ વિદ્યાર્થી ઓનો સેટેલાઇટ બનાવવા નો હેતુ સેટેલાઇટ દુનિયા માં રીઅલ-ટાઇમ ડેટા એકત્રિત કરવાનો છે અને તે મોટા સેટેલાઇટ કોસમાં-નોવા નો એક ભાગ બનશે.
ખાસ વાત એ છે કે આ સેટેલાઇટ નું વજન ફક્ત 29 ગ્રામ અને કદ 3.3 સે.મી. છે આ સેટેલાઇટ ભવિષ્યમા લોન્ચ કરવાની તૈયારી આ વિદ્યાર્થી ઓ એ દર્શાવી છે.