સુરત/એકના એક દીકરાનો આઘાત જીરવી ના શકતા,માતા-પિતા એ કર્યો આપઘાત.... - Dhiraj News

સુરત/એકના એક દીકરાનો આઘાત જીરવી ના શકતા,માતા-પિતા એ કર્યો આપઘાત….

સુરત ના ભટાર વિસ્તાર માં એક કરુણ ઘટના સામે આવી છે……ચાર મહિના પહેલા એકના એક દીકરા નું બ્લડ કેન્સર ના કારણે મૃત્યુ થયું હતું…..જેનો આઘાત જીરવી ના શકતા માતા પિતા એ ગળે ફાસો ખાઈ ને મોત ને વ્હાલું કર્યું હતું….

ભટાર પાસે આવેલા ક્રિશ્ના એપાર્ટમેન્ટ માં માતા-પિતા એકલા રહેતા હતા….હાલમાં તો દીકરા ના મોત ના આઘાત માં આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે…….

મૃતક ના પરિવારજનો નું કહેવું છે,દીકરા ના મોત બાદ પતિ પત્ની આઘાત માં સરી પડ્યા હતા….મૃતક પિતાનું નામ ભરતભાઈ હોવાનું જાણવા મળ્યું છે….તેઓ સુરત માં સોના-ચાંદી ની દુકાન ધરાવતા હતા…..પુત્ર ના મોત બાદ તેઓ એ સગા સબંધી સાથે સંપર્ક પણ ઓછો કરી નાખ્યો હતો….અને ડિપ્રેશન માં ચાલ્યા ગયા હતા……

મૂળ પાટણ ના રહેવાસી ભરતભાઈ અને પલ્લવી ભરતભાઈ પટેલ ના પુત્ર નું 22 વર્ષ ની વયે બ્લડ કેન્સર ના કારણે મોત થયું હતું….અને ભરતભાઈ અને તેમની પત્ની એ આપઘાત પહેલા તેમના પુત્ર ની ચોથી માસિક પુણ્યતિથિ ની પોસ્ટ ફેસબુક માં મૂકી હતી…….

આ દંપતી ની પાર્થિવ દેહ ને હાલમાં પીએમ માટે મોકલી દેવાયો છે….અને ખટોદરા પોલીસ એ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *