જૂનાગઢ :સતાધાર ના મહંત એવા જીવરાજબાપુ નું 93 વર્ષ ની વયે નિધન.
સૌરાષ્ટ્ર ના પ્રસીદ્ધ એવા તીર્થધામ સતાધાર ના સંત શ્રી જીવરાજબાપુ નું 93 વર્ષ ની વયે લાંબી બીમારી ના કારણે નિધન થયું હતું.નાદુરસ્ત તબિયત ના કારણે ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આગળ બાપુ ની મુલાકાત લઇ ચુક્યા છે.
જૂનાગઢ જિલ્લા ના વિસાવદર થી 7 કિલોમીટર દૂર આવેલી સુપ્રસિદ્ધ આપાગીગા ની જગ્યા આવેલી છે.આ જગ્યા ના મહંત એવા જીવરાજબાપુ ની તબિયત છેલ્લા કેટલાક દિવસો થી ના તંદુરસ્ત હતી.જેના કારણે જીવરાજબાપુ એ સોમવારે મોડી સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.નિધન ના સમાચાર સાંભળીને ગુજરાત ભરમાંથી ભક્તો અંતિમ દર્શન માટે આવી પહૉચ્યાં હતા.અને રાજકીય આગેવાનો અને સમાજ સેવકો પણ બાપુ ના અંતિમ દર્શન કરવા પહોચ્યાં હતા.
સતાધાર મંદિર મફત ભજનપ્રસાદ અને ગાયોની સેવા માટે ખુબજ વિખ્યાત તીર્થધામ છે.