રાત્રે પત્ની અને બાળકો સાથે નવરાત્રિ રમી ઘરે આવ્યા,અને સવારે કર્યો આપઘાત,કારણ જાણી ને દંગ રહી જશો...... - Dhiraj News

રાત્રે પત્ની અને બાળકો સાથે નવરાત્રિ રમી ઘરે આવ્યા,અને સવારે કર્યો આપઘાત,કારણ જાણી ને દંગ રહી જશો……

રાજકોટના નાનામવા રોડ સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક ધ કોર્ટ યાર્ડ બિલ્ડીંગ B /304 માં રહેતાં કૃણાલ હરીશભાઈ મહેતા (ઉ.વ.39)એ બે દિવસ પહેલાં પોતાના ફલેટના ગ્રાઉન્ડમાં આવેલાં કુવામાં કૂદી ને આપઘાત કર્યો હતો. યુવાન પાસેથી પોલીસને એક સ્યુસાઈડ નોટ હાથે લાગી હતી . જેમાં તેણે લખ્યું હતું કે, “ઓનલાઈન પોકર ગેમમાં 75 લાખ રૂપિયા હારી જતા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો છે.”

મૃતક કૃણાલ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. કૃણાલ બુધવારે પોતાના પરિવાર સાથે નવરાત્રી રમવા માટે ગયા હતા. રાત્રે પરિવાર સાથે ઘરે આવ્યા બાદ સવારે વ્હેલો ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોએ લાગ્યું કે કૃણાલ નાસ્તો લેવા માટે ગયા હશે. સવારે 9 વાગ્યા ની આસપાસ કૃણાલની તેના ફ્લેટ નીચે જ આવેલા કુવામાંથી લાશ મળી હતી. જે તે સમયે તાલુકા પોલીસ તપાસ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન ઘરે થી સ્યુસાઈડ નોટ હાથે લાગી હતી. જેના પરથી યુવકે આપઘાત કર્યાનું સ્પષ્ટ થયું છે. પી.આઈ. વી.એસ. વણઝારાના જણાવ્યા મુજબ યુવકે સ્યુસાઈડ નોટમાં ઓનલાઈન પોકર ગેમમાં ૭૫ લાખ હારી ગયો છું, મે ભાઈબંધો, દોસ્તોના ડેબિટ, ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કર્યો છે. મારા ફ્રેન્ડસને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે મારા માતા-પિતા પરિવારને હેરાન કરશો નહીં. સહિતના શબ્દો ઉલ્લેખાયેલા છે.”

પોલીસ સાયબર સેલ ની મદદ લઈને તપાસ આગળ વધારશે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *