રાજસ્થાન નો 14 કરોડ રૂપિયાના ‘ભીમ’ પાડાનું વજન 1300 કિલો છે, રોજ 1 કિલો કાજુ-બદામ આરોગે છે....જુઓ ફોટોસ.... - Dhiraj News

રાજસ્થાન નો 14 કરોડ રૂપિયાના ‘ભીમ’ પાડાનું વજન 1300 કિલો છે, રોજ 1 કિલો કાજુ-બદામ આરોગે છે….જુઓ ફોટોસ….

રાજસ્થાન ના 14 કરોડ ના ભીમ પાડા એ અનેક રેકોર્ડ તોડ્યા છે……જેનું વજન 1300 કિલો ની આસપાસ નું છે……

આ પાડાની દેખરેખમાં દર મહિને દોઢ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. માલિકનાં પુત્ર અરવિંદે જણાવ્યું કે, પાડાને રોજ 1 કિલો ઘી, 500 ગ્રામ માખણ, 200 ગ્રામ મધ, 25 લીટર દૂધ અને 1 કિલો કાજુ-બદામ ખવડાવવામાં આવે છે……અમે પાડાને વેચવા માટે નહીં પણ પ્રદર્શન માટે મેળામાં લઈને આવીએ છીએ….. ગયા વર્ષે પણ અમે ભીમને લઈને આવ્યા હતા. પાડાનું વજન એક વર્ષમાં 100 કિલો અને કિંમત 2 કરોડ રૂપિયા વધી ગઈ છે……..

રાજસ્થાનમાં 4 નવેમ્બરથી પુષ્કર મેળાની શરૂઆત થઈ ગઈ છે. પુષ્કર આંતરરાષ્ટ્રીય પશુ મેળામાં અલગ-અલગ પ્રજાતિના 5 હજારથી વધારે પશુ પહોંચ્યાં છે….. આ વખતે મેળામાં સૌ કોનું ધ્યાન ભીમ પાડાએ ખેંચ્યું છે. આ પાડાને પ્રદર્શનમાં બીજી વખત લાવવામાં આવી છે. તેનું વજન 1300 કિલો છે. ભેંસના માલિક જવાહર લાલ જાંગિડ, દીકરા અરવિંદ જાંગિડ જોધપુરથી પુષ્કર આવ્યા છે. આ પાડાની કિંમત 14 કરોડ રૂપિયા છે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *