download and install this app       પંજાબ પોલીસ એ એટીએમ ઉખડી જવાના કેસ વધી જતાં પોલીસે તેની આગળ 100-100 કિલોના પથ્થર મૂકી દીધા - Dhiraj News

પંજાબ પોલીસ એ એટીએમ ઉખડી જવાના કેસ વધી જતાં પોલીસે તેની આગળ 100-100 કિલોના પથ્થર મૂકી દીધા

પંજાબના જગરાવ શહેરમાં છેલ્લાં ઘણા સમયથી ચોરી અને એટીએમ ઉખાડવાની ઘટનાઓ દિવસે દિવસે વધતી જતી જોવા છે. આ સમસ્યાનો સોલ્યુશન લાવવા માટે પોલીસે નવો આઈડિયા વિચારી લીધો છે. શુક્રવાર સાંજે પોલીસ શહેરના દરેક એટીએમની આગળ ક્રેનની મદદથી 100-100 કિલોના ભારે પથ્થર મૂકાવ્યા છે, જેથી રાતે કોઈ ચોર આવીને એટીએમ ઉખાડી ન લે…….

પોલીસનું માનવું છે કે, જેટલા સમયમાં ચોર આ પથ્થર હટાવશે તેટલા સમયમાં તો પોલીસ તે જગ્યાએ પહોંચી જશે…… શહેરમાં આશરે દરેક રસ્તા પર સીપીઓ કર્મી હોય છે, તેઓ ચોરને પથ્થર ખસેડતા જોઈ લેશે અને તેને પકડી પાડશે. ચોર થોડા સમયમાં આ ભારે પથ્થર ખસેડી દે તે શક્ય નથી……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *