પોલીસે અડધી રાત્રે ભૂત બનીને વાહન ચાલકોને ડરાવતા 7 યુવકોની ધરપકડ કરી...જાણો વિગતવાર... - Dhiraj News

પોલીસે અડધી રાત્રે ભૂત બનીને વાહન ચાલકોને ડરાવતા 7 યુવકોની ધરપકડ કરી…જાણો વિગતવાર…

બેંગ્લોર માં ભુત નો પ્રેન્ક કરવું પડ્યું ભારે! પોલીસે કરી 7 યુવકો ની ધરપકડ…..

પોલીસે બેંગ્લોર શહેરમાં યશવંતપુર રોડ પર શરીફનગરના 20-22 વર્ષના 7 યુવકોની ધરપકડ કરી છે…. આ યુવકોનો ગુનો એ હતો કે તેઓ સફેદ કપડાં અને હેર વિગ પહેરીને ફેક ભૂત બનીને રસ્તા પરથી પસાર થતા લોકોને ડરાવતા હતા……

એટલું જ નહીં પણ આ બધા તેમના પરાક્રમનો વીડિયો ઉતારતા અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરતા હતા…..

સોલા દેવનહલ્લી પોલીસ સ્ટેશને જણાવ્યું કે, રવિવાર અને સોમવારની રાત દરમિયાન રાત્રે 2 વાગે 20 વર્ષનો શાન ખાલિક અને તેનો મિત્ર આ મસ્તી કરી રહ્યો હતો….. તે જ સમયે બંનેની ધરપકડ કરીને અમે પૂછપરછ કરી હતી… અને અન્ય પાંચ લોકોની પણ ધરપકડ પણ કરી હતી…..

આ લોકોના પરાક્રમનો વીડિયો થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં એક રિક્ષા ડ્રાઇવરને તેઓ ડરાવી રહ્યા હતા…..ડીસીપી શશિકુમારે કહ્યું કે, રિક્ષા ડ્રાઇવરે રસ્તા પર ભૂત હોવાની વાત કહી હતી……..

આવી ફરિયાદ પહેલાં પણ આવી હતી…..અમે સીસીટીવી કેમેરામાં ફૂટેજ જોઈને આખી ઘટનાની માહિતી મેળવી હતી….. તપાસ કરતા ખબર પડી કે, આજુબાજુની ઝૂપડપટ્ટીમાં રહેતા યુવાનો મજાક-મસ્તી માટે અડધી રાત્રે ભૂત બનીને લોકોને ડરાવતા હતા…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *