ઓસામા બિન લાદેન ના પુત્ર નું થયું મોત,અમેરિકા એ કરી આ વાત ની પુષ્ટિ. - Dhiraj News

ઓસામા બિન લાદેન ના પુત્ર નું થયું મોત,અમેરિકા એ કરી આ વાત ની પુષ્ટિ.

અમેરિકા આંતકવાદ ખતમ કરવાનું અભિયાન ચલાવી રહ્યું છે,જેમાં લાદેન ના પુત્ર હમજા બિન લાદેન ને ઠાર મરાયો છે,આ વાત ની પુષ્ટિ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ કરી છે.

અમેરિકા એ આગળ લાદેન ના પુત્ર ને પકડવા માટે 10 લાખ ડોલર નું ઇનામ પણ જાહેર કરેલું હતું.અમેરિકા ના વ્હાઇટ હાઉસ ના જાહેર કરેલા નિવેદન મુજબ અલકાયદા હવે નબળું પડશે અને અલકાયદા ની લીડરશીપ માં ઘટાડો જોવા મળશે.

ડોનાલ્ડ ટ્રમ્પ એ કહ્યું,”હમજા બિન લાદેન અલકાયદા અને અન્ય આંતકીય સંગઠનો સાથે ડિલ તથા યોજના બનાવા માટે જવાબદાર હતો.અમેરિકા એ હમજા બિન માટે 10 લાખ ડોલર ના ઇનામ ની જાહેરાત પણ કરેલ છે.હમજા બિન પોતાના પિતા નો બદલો અમેરિકા સાથે લેવાની યોજના બનાવી રહ્યો હતો.અને અમેરિકામાં હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યો હતો અને હમજા બિન લાદેન ને અમેરિકા એક આંતકવાદ ના નવા ચહેરા તરીકે જોઈ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *