માત્ર વાસ ની લાકડી થી ખેડૂત એ આઠ ફૂટ મોટા મગર ને ભગાડ્યો. - Dhiraj News

માત્ર વાસ ની લાકડી થી ખેડૂત એ આઠ ફૂટ મોટા મગર ને ભગાડ્યો.

મગર નું નામ સાંભળતા જ લોકો ના હોશ ઉડી જતા જોવા મળે છે ,માનવામાં આવે છે કે મગર ના જડબામાં આવેલી કોઈ પણ ચીજ જીવિત રહેવી એ ખુબજ મુશ્કેલ છે.

પરંતુ ઓરિસ્સા ના એક બહાદુર ખેડૂત ઈજાગ્રસ્ત હોવા છતાં મગર સાથે જંગ લડ્યો હતો.આ ઘટના ઓરિસ્સા ના કેન્દ્રપાડા જીલ્લા માં બનેલી છે.વન વિભાગ ની જાણકારી મુજબ આ ખેડૂત ગામ ની નદીમાં માછલી પકડતો હતો.પરંતુ મગર શિકાર કરવાની ઘાત જમાવી ને બેઠો હતો.ખેડૂત નું ધ્યાન માછલી પર હતું.ત્યારે અચાનક મગર એ ખેડૂત પર હુમલો કર્યો હતો.આ હુમલામાં ખેડૂત ના ડાબા હાથ પર ઇજા થયી હતી.

પરંતુ ખેડૂત એ હાર ના માનતા જીવન જોખમે વાસ ની લાકડી લઇ ને મગર ની આંખ પર માર માર્યો હતો.જેના કારણે મગર ને પીછેહઠ કરવી પડી.અને પાણી માં દૂર ચાલ્યો ગયો હતો.

આ ખેડૂત ની હિંમત,બહાદુરી ના લોકો વખાણ કરી રહ્યા છે.વન વિભાગ ના અધિકારી ઓએ જણાવ્યું કે નદી માં માછલી પકડવાની જાળી નાખવી એ ખુબજ મુશ્કેલ કામ હોય છે,કારણ કે નદી મગરો નું ઘર પણ ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *