આ વર્ષે નવરાત્રી માં વરસાદ નું વિઘ્ન નડી શકે છે,તેના કારણે આયોજકો માં ચિંતા નો માહોલ.
હાલની પરિસ્થિતિ જોતા નવરાત્રી માં વરસાદ ની શક્યતા ને નકારી ના શકાય.
ગુજરાત ની ઓળખ અને ખેલયાનો મનપસંદ તહેવાર એટલે નવરાત્રી!હવે નવરાત્રી ના થોડાક જ દિવસો બાકી છે,પરંતુ આ વર્ષે વાતાવરણ જોતા વરસાદ ના વિઘ્ન ને નકારી ના શકાય.જેના કારણે નવરાત્રી ના રસિકો અને આયોજકો માં ચિંતા નો માહોલ છવાયેલો જોવા મળે છે.
નવરાત્રી ની ખેલાયાઓ આતુરતા થી રાહ જોઈ ને બેઠા હોય છે.અને ખરીદી પણ 1 મહિના પહેલાથી શરૂ કરી દીધેલી જોવા મળે છે.જયારે મોટા મોટા આયોજકો લાખો રૂપિયા નું રોકાણ કરવાની તૈયારી દર્શાવતા જોવા મળે છે.
પરંતુ આ વર્ષે મંદી ના માહોલ ના કારણે સ્પોન્સર મળવા પણ બહુત કઠિન છે.અને આ વર્ષે નવરાત્રી માં વરસાદ નું વિઘ્ન પણ આવી શકે છે.જેથી આયોજકો માટે આ વર્ષે કપરી પરિસ્થિતિ સાબિત થશે.