નરેન્દ્ર મોદીએ ચાઇનીઝ રાષ્ટ્રપતિ જિનપિંગને 13000 વર્ષ જૂનો પથ્થર બતાવ્યો, જેને 7 હાથીના બળે પણ ના હટાવી શક્યા હતા...... - Dhiraj News

નરેન્દ્ર મોદીએ ચાઇનીઝ રાષ્ટ્રપતિ જિનપિંગને 13000 વર્ષ જૂનો પથ્થર બતાવ્યો, જેને 7 હાથીના બળે પણ ના હટાવી શક્યા હતા……

આ પથ્થર મહાબલિપુરમ માં આવેલા શોર મંદિર પાસે આવેલો છે…..આ પથ્થર પહાડ ના ઠાળ પાર 45 ડિગ્રીના ખૂણા પર કોઈ પણ ટેકા વગર નમેલો છે કોઈ પણ આધાર વગર રહેલો છે….આ પથ્થર સાથે ઘણી બધી માન્યતા જોડાયેલી છે…..

વડાપ્રધાન નરેન્દ્રમોદી એ ચાઈનીઝ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આ પથ્થર પાસે ફોટો પડાવ્યો હતો……

અનઔપચારિક મુલાકાત દરમિયાન શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાઈનીઝ રાષ્ટ્રપતિ શી જિનપિંગને અહીંના શોર મંદિરની પાસે આવેલો ‘કૃષ્ણ બટર બોલ’ પથ્થર બતાવ્યો હતો….. ગોળ પથ્થર જોઈને એવું લાગે કે તે હમણાં જ પડી જશે, પરંતુ છેલ્લાં 13 હજાર વર્ષથી તે આ જ રીતે આધાર વગર રહેલો છે…..

આ પથ્થર એક ઢળાવવાળા પહાડ પર 45 ડિગ્રી ખૂણા પર ટેકા વગર નમેલો છે. આ પથ્થર નું વજન લગભગ 250 જેટલું હોવાનું માનવામા આવે છે. તેને હટાવવા માટે ભૂતકાળમાં અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈને સફળતા મળી શકી નથી.

આ પથ્થર સાથે જોડાયેલી ઘણા પ્રકારની દંતકથાઓ પણ છે.

પથ્થર જોડે ઘણી બધી માન્યતા જોડાયેલી છે……….

  • હિન્દુ ધર્મમાં આ પથ્થર ને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ચોરવામાં આવેલા માખણનો ઢગલો માને છે જે પાછળથી સુકાઈને પથ્થર બની ગયો.
  • ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે ભૂતકાળ માં પૃથ્વીમાં આવેલ પ્રાકૃતિક ફેરફારના કારણે આ આકારના પથ્થરનું નિર્માણ થયું હશે.
  • પથ્થરનું રહસ્ય આજે પણ અકબંધ રહ્યું છે. વૈજ્ઞાનિકો તેના પર ઘણાં તારણો આપ્યાં છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ જવાબ નથી મળ્યો.
  • પથ્થરને જોઈને એવું લાગે કે તે ગમે ત્યારે ઝૂકી ને પડી શકે છે…
  • આ પથ્થર કદે 20 ફૂટ ઉંચો અને 5 મીટર પહોળો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *