શિયાળાની ઠંડીમાં બનાવો શરીર માટે સ્વાસ્થ્યવર્ધક "લીલી હળદરનું ગ્રેવીવાળું શાક":Recipe - Dhiraj News

શિયાળાની ઠંડીમાં બનાવો શરીર માટે સ્વાસ્થ્યવર્ધક “લીલી હળદરનું ગ્રેવીવાળું શાક”:Recipe

શિયાળાની શરુઆત થઈ ગઈ છે………. લોકો સ્વાસ્થ્યને શારુ બનાવવા માટે સવારમાં ચાલવાનું પણ શરૂ કરી દીધું છે. સાથે સાથે હેલ્દી ખોરાક (Healthy food) ઉપર પણ ભાર મુકવા લાગ્યા છે…….

અનેક એવા શાક અને વાનગીઓ છે જે શિયાળામાં ખાવાથી વધારે અસરકારક બને છે……… હળદરને ઔષધિય ગુણોથી ભરપુર માનવામાં આવે છે…………

શિયાળામાં (winter) પુષ્કળ પ્રમાણમાં લીલી હળદર મળે છે…………લીલી હળદર (Green turmeric) પણ એટલી જ ગુણકારી છે જેટલી સુકી હળદર. શિયાળામાં ઠંડીની શરૂઆત થતા જ લોકોના ઘરમાં લીલી હળદરનું શાક બને છે…….

લોકો આ શાકને બાજરીના રોટલા સાથે ખાય છે. જેના ફાયદા પણ અનેક છે. તમે પણ આ સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું ગ્રેવીવાળું શાક બનાવાવની Recipe નોંધીલો…..

શાક બનાવા માટે ની જરૂર સામગ્રી:

  • 250 ગ્રામ ટમેટાની અધધકચરી ગ્રેવી
  • 150 ગ્રામ લીલા વટાણા
  • 20 કળી લસણ
  • 250 ગ્રામ ઘી
  • 400 ગ્રામ દહીં
  • 4 ચમચી આદુંની પેસ્ટ
  • 5 ચમચી મરચાની પેસ્ટ
  • 200 ગ્રામ કોથમીર
  • 150 ગ્રામ ગોળ
  • મીઠું
  • લાલ મરચ
  • 350 ગ્રામ લીલી હળદર
  • 250 ગ્રામ ડુંગળીની પેસ્ટ

શાક બનાવા માટે ની રીત:

સૌ પ્રથમ ઘીમાં લીલી હળદર લાલ થાય ત્યાં સુધી બળી ન જાય તેમ સાંતળી લેવી…. પછી લસણ ઉમેરી સાંતળવું. ત્યારબાદ સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ સાંતળી લેવી….

પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી. ઘી છૂટું પડે એટલે આદું ભભરાવી 2 મિનિટ ચઢવા દો…….પછી મરચાની પેસ્ટ, મીઠુ, લાલ મરચું ઉમેરવું………પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું……..


કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું. લો. તો હવે તૈયાર છે હળદરનું તીખું અને સ્વાદિષ્ટ શાક. તેને રોટલા જોડે સર્વ કરો. ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *