Recipe/ત્રણ-ચાર મહિના ઓ સુધી નહીં બગડે આ ગળી ચટણી,બનાવવાની રીત જાણી લો...... - Dhiraj News

Recipe/ત્રણ-ચાર મહિના ઓ સુધી નહીં બગડે આ ગળી ચટણી,બનાવવાની રીત જાણી લો……

ગુજરાતી લોકો ચાટ વધારે બનાવતા જોવા મળે છે…ચાટ સાથે ગળી ચટણી કઈ રીતે ભુલાય આજે જાણી લો હોમમેડ ખજૂર આંબલી ની ચટણી બનાવવાની રીત……

ચટણી બનાવવા માટે ની જરૂર સામગ્રી:

  • 1/2 આંબલી
  • 1/3 કપ ગોળ
  • 1 કપ ખજૂર
  • 1/2 ચમચી શેકેલું જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/4 ચમચી સૂંઠ
  • મીઠું સ્વાદ મુજબ

ખજૂર આમલીની ચટણી બનાવવા માટેની રીત : 

ખજૂર અને આમલીને લઈને તેમાંથી બધા જ ઠળીયા કાઢી લો. ત્યાર બાદ તેને એક પેનમાં લઈ તેમાં 3 કપ પાણી નાખીને ગેસ પર મધ્યમ તાપ પર ગરમ કરવા મૂકો।…… તેમાં ઉભરો આવી જાય પછી તેને 10 મિનિટ સુધી ઉકળવા દો…….. પછી તેમાં ગોળ ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં મીઠું, શેકેલું જીરું પાવડર, લાલ મરચું અને સૂંઠ ઉમેરી મિક્સ કરી લો…….

આ મિશેરણને 5 મિનિટ સુધી ઉકાળો. આ પછી ગેસ બંધ કરી તેને ઠંડું થવા દો. ઠંડું થયા પછી આ મિશ્રણની સરખી ઝીણી પેસ્ટ બનાવી લો…… હવે આ પેસ્ટને ગળણીથી ગાળી લો. તેમાં જે આમલીના રેસાં ચાળણીમાં રહી જાય તેને ફેંકી દેવો. તો તૈયાર છે સરસ મજાની ખાટ્ટી મીઠ્ઠી ગળી ચટણી. તેને ફ્રીઝમાં ઠંડી કરી મનપસંદ ચાટ બનાવી સર્વ કરો….

તેને ઍર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે……. પણ એ ધ્યાન જરૂર રાખો કે આ ચટણી બને એટલી જાડી જ રાખવી એટલે કે પાણીનો ભાગ ઓછો રાખવો. તેથી તેને લાંબા સમય સુધી ફ્રીઝરમાં સ્ટૉક કરી શકાય……. તેને જ્યારે વપરાશમાં લેવાની હોય ત્યારે જ ફ્રીઝરમાંથી વાટકીમાં કાઢી જરૂર મુજબ પાણી ઉમેરી સર્વ કરવું……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *