મુંબઈ: શીના બોરા હત્યાકાંડ ના મુખ્ય આરોપી ઈન્દ્રાણી અને પીટર મુખરજી ના છૂટાછેડા મંજુર. - Dhiraj News

મુંબઈ: શીના બોરા હત્યાકાંડ ના મુખ્ય આરોપી ઈન્દ્રાણી અને પીટર મુખરજી ના છૂટાછેડા મંજુર.

થોડાક વર્ષો પહેલા શીના બોરા હત્યાકાંડ ખુબજ ચર્ચા માં રહ્યો હતો.પરંતુ આ હત્યાકાંડ માં નવાઈ ની વાત એ હતી કે આ હત્યા માં પરિવાર ના લોકો નો જ હાથ હતો.

શીના બોરા હત્યાકાંડ પ્રકરણમાં મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખરજી અને પીટર મુખરજીના પરસ્પર સહમતીથી છૂટાછેડા બાંદરા ફેમિલી કોર્ટે મંજૂર કર્યા હતા. તેથી હવે આ પતિ-પત્ની કાયદેસર છૂટા થયા છે.

એ સાથે જ લંડન અને સ્પેન સ્થિત માલમત્તા, બેંકોમાં ડિપોઝીટ અને અન્ય રોકાણ અને સંપત્તિ નું પણ વાટાઘાટથી વિભાજન કરવામાં આવ્યું હતું.

ઈન્દ્રાણી હાલમાં મુંબઈની ભાયખલા જેલમાં સજા ભોગવી રહી છે.જયારે પીટર આર્થર રોડ જેલમાં સજા ભોગવી રહ્યા છે. પોતાનું લગ્નજીવન ફરીથી પાટે ચઢશે નહીં એવી રીતે તૂટી ગયું છે એમ જણાવતા ઈન્દ્રાણીએ પીટર પાસે છૂટાછેડાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આમ છેવટે બાંદ્રા ફેમિલી હાઈકોર્ટ એ છૂટાછેડા મંજુર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *