દારૂ અને ધૂમ્રપાનના કારણે ઇન્ડિયા માં T.B ની બીમારી વધી છે...... - Dhiraj News

દારૂ અને ધૂમ્રપાનના કારણે ઇન્ડિયા માં T.B ની બીમારી વધી છે……

ભારત માં દારૂ અને ધૂમ્રપાન નું દુષણ દિવસે દિવસે વધતું જાય છે…..આ દુષણ ખુબજ ગંભીર બીમારીઓ પણ લાવી શકે છે…..WHO એ સાબિત કર્યું કે દારૂ અને ધૂમ્રપાન નું સેવન વધવાના કારણે T.B ની બીમારી વધી છે……

ટીબી માઈકોબેક્ટીરિયમ ટ્યૂબરક્લોસિસના કારણે થાય છે અને સતત ઉધરસ દ્વારા તે હવામાં ફેલાય છે……. તેના લક્ષણોમાં થાક લાગવો, વજન ઘટી જવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, રાતે પરસેવો થવો, છાતીમાં દુખાવા જેવા લક્ષણો સામેલ છે……

રાષ્ટ્રીય ક્ષય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આ બીમારીની મફતમાં સારવાર કરવામાં આવે છે, જે દુનિયાનો સૌથી મોટો અને સૌથી ઝડપથી ફેલાતો ટીબી નિયંત્રણ કાર્યક્રમ છે, પરંતુ સમયસર દવા ન લેવાથી અને ઉપચાર સંપૂર્ણ ન થવાથી લોકોમાં ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે……

ગ્લોબલ ટીબી રિપોર્ટ 2019ના જણાવ્યા પ્રમાણે, ટીબીએ દુનિયાભરમાં અંદાજે 10 લાખ લોકોને પોતાની ઝપેટમાં લીધા અને 2018માં 15 લાખ લોકોના ટીબીના કારણે મૃત્યુ થયા છે. વિશ્વમાં સૌથી વધારે ટીબીના દર્દીઓ ભારતમાં છે. …..

ભારતમાં ટીબીથી પીડાતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ હજી સુધી લક્ષ્યાંક પૂરો કરવા માટે પ્રગતિ ધીમી ગતિએ થઈ રહી છે.

WHOના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2018માં દેશમાં અગાઉની સરખાણીએ વધારે લોકોનું ટીબીનું પરીક્ષણ કરવામાં આવ્યું અને સારવાર કરવામાં આવી. આંકડા મુજબ, વર્ષ 2017માં દેશમાં ટીબીના કેસ 27 લાખ હતા, જે ઘટીને અત્યારે 26 લાખ 9 હજાર થઈ ગયા છે. સંક્રમિત હવા દ્વારા ફેલાતો ટીબી રોગ ચેપથી વધારે ફેલાય છે.

આ સંક્રમણ કાર્યસ્થળ પર ઉધરસ ખાવાથી, જાહેર પરિવહન અને એકબીજા સાથે વધુ સંપર્કમાં આવવાથી થાય છે. દક્ષિણ-પૂર્વ એશિયા માટે WHOના જણાવ્યા અનુસાર, ભારતમાં ટીબીના કેસની માર્ગદર્શિકામાં જણાવ્યા પ્રમાણે, ટીબીના કેસ 2017માં 1.9 કરોડથી વધીને 2018માં 2.2 કરોડ થઈ ગયા છે. જ્યારે નિદાનની બાબતમાં સુધારો થયો છે. દેશમાં 46,000 આરઆર/મલ્ટીડ્રગ રેઝિસ્ટન્ટ (એમડીઆર) ટીબીના કેસની સંખ્યા 36,000 પર પહોંચી ગયો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ગ્લોબલ ટીબી (ટ્યૂબરક્લોસિસ) રિપોર્ટ 2019માં જણાવ્યા પ્રમાણે, ભારતમાં કુપોષણ, દારૂ, અને ધ્રૂમપાન ટીબીની બીમારીના સૌથી મોટા કારણો છે. WHOના આ રિપોર્ટ જાણવા મળ્યું છે કે, વર્ષ 2018માં ભારતમાં અંદાજે 27 લાખ લોકો ટીબીથી પીડિત છે અને અંદાજે 4,49,00 લોકોના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત, આ રિપોર્ટમાં ભારતમાં ટીબીના કિસ્સાઓ વધી રહેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *