અમદાવાદ સ્ટેશન પર થી મળેલી અનાથ બાળકી ને અમેરિકા ના કપલ એ લીધી દત્તક. - Dhiraj News

અમદાવાદ સ્ટેશન પર થી મળેલી અનાથ બાળકી ને અમેરિકા ના કપલ એ લીધી દત્તક.

પાછળના વર્ષે અમદાવાદ ના કાલુપુર નામના રેલવેસ્ટેશન પાસે થી (RPF)ના જવાન ને બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો.તાપસ કરી તો બાળકી ને કપડાં માં લપેટી ને કોઈ મૂકીને ચાલ્યું ગયું હતું.અને બાળકીના માતા-પિતા ની કોઈ ભાળ મળી ના હતી.જેના કારણે બાળકી ને શિશુ ગૃહ માં મોકલવામાં આવી હતી.

આજે આ બાળકી ની જિંદગી માં નવી ક્રાંતિ આવી છે.બાળકી ના નવા માતા પિતા શ્યામમોહન અને પાયલ સાથે અમેરિકા જશે.આ કપલ એ લગ્ન સમયે જ બાળક ના જન્મ પહેલા કોઈ અનાથ બાળકી ને દત્તક લેવા નો નિર્ણય કર્યો હતો.

બાળકી ને દત્તક લેવાની વિધિ ગાંધીનગર માં આવેલાં રાજભવન ખાતે યોજાયી હતી.આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય ના ગવર્નર એવા આચાર્ય દેવ વ્રત અને ચાઈલ્ડ વેલ્ફેર ટ્રસ્ટ ના અધિકારી ઓએ પણ હાજરી આપી હતી.અને બાળકી નું નવું નામ સિયા ક્રાંતિ મોહન આપવામાં આવ્યું હતું

બાળકી ના પિતા એવા શ્યામ મોહન મૂળ કેરળ ના છે.અને જન્મ ઉછેર અમેરિકા માં થયેલ છે.જયારે બાળકી ના માતા પાયલ મૂળ ગુજરાત ના મોરબી ના નિવાસી છે.આ બંને ની મુલાકાત અભ્યાસ દરમિયાન થયી હતી.

બાળકી ને દત્તક લઈને શ્યામમોહન અને પાયલ એ સમાજ માં એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *