હવે તહેવારો ને ધ્યાન માં રાખીને SBI આપશે સૌથી સસ્તી હોમ અને ઓટો લોન - Dhiraj News

હવે તહેવારો ને ધ્યાન માં રાખીને SBI આપશે સૌથી સસ્તી હોમ અને ઓટો લોન

મંગળવારે ભારત ની SBI બેન્ક એ તહેવારો પર સૌથી સસ્તી અને ઝડપી હોમ અને ઓટો લોન આપવાની જાહેરાત કરી હતી.આ લોન માટે ગ્રાહકોને ડિજિટલલોન,પ્રોસેસિંગ ફી માંથી મુક્તિ જેવી સુવિધાઓ પણ મળશે.

SBI ના જણાવ્યા મુજબ “પ્રોસેસિંગ ફી મુક્તિ થી હવે કાર લોન માટે વ્યાજદર 8.7 ટકા થી પણ નીચો જશે.આના કારણે વ્યાજવૃદ્ધિ માં ગ્રાહકો ને ફાયદો થશે.

અને વાત કરી એ SBI ના ડિજિટલ પ્લેટફોર્મ ની તો આ સુવિધા માં ગ્રાહક ને વ્યાજદર માં 0.25 ટકા સુધી નું કન્સેશન મળશે.અને નોકરિયાત વર્ગ એટલે કે પગારદાર લોકો ને કાર લોન માં કાર ના ભાવ ના 90%જેટલી લોન મળશે

SBI ના જણાવ્યા મુજબ હવે ગ્રાહકો ને 20 લાખ જેટલા ની પર્સનલ લોન 10.75 ટકા ના વ્યાજદર થી મળશે અને જેની મુદત 6 વર્ષ સુધી ની કરવામાં આવશે.હવે એજ્યુકેશન લોન એટલે કે વિદેશ માં ભણવા માંગતા લોકો ને 8.25 ટકા ના દર થી લોન મળશે.અને જે બેંક અનુક્રમે 50 લાખ થી લઈને 1.50 કરોડ સુધી ની લોન આપશે.અને ખાસ વાત એ છે આ લોન ની ચુકવણી ની મુદત 15 વર્ષ ની રહેશે.આના કારણે SBI ની માનવું છે કે હવે ગ્રાહકો ના EMI ના બોજ પરથી ભાર ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *