ખેડૂત પુત્ર ઈસરો ના CEO કે.સીવન ની મહેનત જાણી ને રહી જશો દંગ,જાણો વિગતવાર. - Dhiraj News

ખેડૂત પુત્ર ઈસરો ના CEO કે.સીવન ની મહેનત જાણી ને રહી જશો દંગ,જાણો વિગતવાર.

1.પુરુનામ:

કે.સિવન નો જન્મ 14 એપ્રિલ 1957 ના રોજ તામિલનાડુ રાજ્ય ના કન્યાકુમારી જિલ્લા ના સરકકલવિલય ગામ માં થયો હતો.જેમનું પૂરું નામ ડો.કૈલાસવડિવું સિવન છે.2018 માં ઈસરો ના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી.

2.અભ્યાસ:

સિવને અભ્યાસ 1980 માં મદ્રાસ ની મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી માં એરોનોટિકલ એન્જીનીરીંગ માં ગ્રજ્યુએટ કર્યું હતું.અને 1982 માં બેંગ્લોર ના iisc થી એરોસ્પેસ એન્જીનીરીંગ માં પોસ્ટ ગ્રજ્યુએટ કર્યું હતું. અને છેવટે iit-બોમ્બે થી 2006 માં એરોસ્પેસ એન્જીનીરીંગ માં phd પૂરું કર્યું.કે.સિવન પોતાના પરિવાર માં પહેલા એન્જીનીયર બન્યાહતા.કે.સિવન ના પિતા ખેતી કરતા હતા.તેથી સિવન ના ભાઈ બહેન નો ખર્ચો ના ઉઠાવી શક્યા.

માનવામાં આવે છે કે સીવન ગણિત માં ખુબજ હોશિયાર હતા જેમાં 100% રિઝલ્ટ લાવવામાં ચેમ્પિયન હતા.

3.ગરીબી ના કારણે બુટ ચંપ્પલ ના પૈસા પણ ના હતા:

સીવન ના કાકા ના જણાવ્યા મુજબ સિવન પાસે બુટ ચમ્પલ ના પૈસા પણ ના હતા.જેથી ખુલ્લા પગે શાળા એ જતા હતા.અને સિવન સ્કૂલ માં એક ધોતી પહેરીને જતા હતા.જયારે કોલેજ માં જવાની શરૂઆત થયી ત્યારે પેન્ટ પહેરવાની શરૂઆત કરી.અને ખાસ વાત એ છે કે સિવન એ કોઈ દિવસ ટ્યુશન કે કોચિંગ ક્લાસ માં ગયા નથી.

4.1982 માં ઈસરો સાથે જોડાયા:

કે સિવન ઈસરો માં જોડાયા બાદ ઈસરો ના pslv યોજના માં કામ કરવાની શરૂઆત કરી.કે.સિવન મિશન પ્લાનિંગ,મિશન ડિઝાઇન,મિશન ઈન્ટિગ્રશન,અનલિટિક્સ માં માસ્ટર હતા.

5.સિવન નું બીજું નામ રોકેટ મેન:

ઈશરો ના PSLV,GSLV,અને RLV જેવા પ્રોજેક્ટ માં મહત્વનો ફાળો હોવાથી કે.સિવન ને રોકેટ મેન નું બિરુદ આપવામાં આવ્યું.

6.સિવન ને મળેલા એવોર્ડ:

સિવન ને 1999 માં વિક્રમ સારાભાઈ રિચર્સ એવોર્ડ,2007 માં ઈસરો મેરિક એવોર્ડ,2014 માં ડૉક્ટર ઓફ સાયન્સ ની ડિગ્રી મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *