કોર્ટ માં દાદા ચોકીદાર પિતા ડ્રાઈવર અને દીકરો બન્યો એજ કોર્ટ નો જજ. - Dhiraj News

કોર્ટ માં દાદા ચોકીદાર પિતા ડ્રાઈવર અને દીકરો બન્યો એજ કોર્ટ નો જજ.

મધ્યપ્રદેશ ના ચેતનબજાડા નામના 26 વર્ષિય યુવક એ સિવિલ જજ વર્ગ-2 ની પરીક્ષા પાસ કરી હતી.જેના કારણે પરિવાર માં ખુશીનો માહોલ છવાય ગયો હતો.ખાસ વાત એ છે ચેતન ના પિતા જજ ની ગાડી ના ડ્રાઈવર અને દાદા કોર્ટ ના ચોકીદાર હતા જયારે દીકરો તેજ કોર્ટ નો જજ બન્યો.

આ પરીક્ષા માં ચેતને 13 મોં રેંક મેળવ્યો છે .અને લેખિત અને ઈન્ટરવ્યૂ માં 450 માંથી 257.5 માર્કસ મેળવ્યા હતા.

ચેતન બજાડ એ કહ્યું ” મારા પિતાજી ગોવર્ધનલાલ બજાડ હાઈ-કોર્ટ માં ડ્રાઈવર ની નોકરી કરે છે.જયારે મારા દાદા હરિરામ બજાડ હાઈ-કોર્ટ માં ચોકીદારી કરતા હતા.હાલમાં નિવૃત થયી ગયા છે.અને મારા પિતાનું સપનું હતું કે મારા 3 પુત્ર માંથી 1 પુત્ર જજ બને.અને આ સપનું મેં પૂરું કર્યું.”

ચેતન હંમેશા પોતાના પિતાને આદર્શ માનતો હતો.ચેતન આ પરીક્ષા માં ત્રણ વાર ફેઈલ થયા હતા પરંતુ હાર નહીં માનતા ચોથી વાર માં પરીક્ષા પાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *