હરિયાણા ના યુવક ને ઈંડોનેશિયા માં બનાવાયો બંધક.સોશ્યિલ મીડિયા માં આ મહિલા સાથે થયી હતી મિત્રતા. - Dhiraj News

હરિયાણા ના યુવક ને ઈંડોનેશિયા માં બનાવાયો બંધક.સોશ્યિલ મીડિયા માં આ મહિલા સાથે થયી હતી મિત્રતા.

સોશ્યિલ મીડિયા ની મિત્રતા પડી ભારી.આ ઘટના હરિયાણા ના ઠાંઠરાવ નામના ગામના યુવક સાથે બની છે.આ યુવક ની સોશ્યિલ મીડિયા માં ઈંડોનેશિયા ની મહિલા સાથે મુલાકાત થયી હતી.ત્યારબાદ મહિલા એ આ યુવક ને ઈંડોનેશિયા બોલાવ્યો હતો.

ઈંડોનેશિયા પહોંચતા જ આ મહિલા એ યુવાન ને બંધક બનાવયો હતો.અને ટોર્ચર કર્યું હતું.જેમ કે શરીર ના ભાગો માં બ્લેડ વડે માર કરી ને ઇજાઓ આપવી અને ઈન્જેકશન આપી ને વિકલાંગ અને બેભાન કરવું.

ત્યારબાદ આ મહિલા એ આ યુવક મારફતે પોતાના વતન હરિયાણા થી 50 હજાર રૂપિયા મંગાવ્યા હતા.

આ યુવક એ પોતાની વ્યથા દર્શાવતો વિડિઓ પોસ્ટ સોશ્યલમીડિયા માં મૂકી હતી .આ વિડિઓ આગળ શેર થતા થતા યુવક ના પરિવાર સુધી પહોંચ્યો હતો.જેથી આ પરિવાર એ પોલીસ સ્ટેશન ના દરવાજા ખખડાવ્યા હતા.અને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રલાય પાસેથી પત્ર મારફતે મદદ માંગી હતી.

મળતી માહિતી મુજબ એક વાર આગળ આ મહિલા એ આ યુવક પાસેથી બાળકો ના ઈલાજ નું બહાનું કાઢી ને 1 થી 2 લાખ રૂપિયા મંગાવ્યા હતા.જેથી ભીમ સિંહ એ આ પૈસા મલેશિયા થી ટ્રાન્સફર કર્યા હતા.અને પછી આ યુવક ભીમસિંહ 2 મહિના પહેલા ટુરિસ્ટ વિઝા પર ઈંડોનેશિયા ગયા હતા.અને 24 ઓગસ્ટ ના રોજ 50 હજાર રૂપિયા પોતાના પરિવાર પાસેથી મંગાવ્યા હતા.જેથી પરિવારે યુવાન ના બેંક એકાઉંટ માં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.આ યુવક ની વ્યથા ખુબજ દુઃખ ભરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *