ગણપતી બાપ્પા ના પ્રસાદી ના લાડુ ની કિંમત 17 લાખ,જાણો વિગતવાર - Dhiraj News

ગણપતી બાપ્પા ના પ્રસાદી ના લાડુ ની કિંમત 17 લાખ,જાણો વિગતવાર

હૈદરાબાદ: ગણેશ ઉત્સવ પુરા ભારત માં ધામ ધૂમ થી ઉજવામાં આવતો હોય છે,જયારે હૈદરાબાદ માં ગણેશ વિસર્જન દરમિયાન એક ખાસ આકર્ષણ જોવા મળ્યું હતું .દર વખતે ની જેમ આ વર્ષે હૈદરાબાદ ના બાલાપુર માં એક વિશાળ લાડુની હરાજી કરવામાં આવી અને છેવટે આ 21 કિલો નો લાડુ 17 લાખ માં વેચાયો હતો.

આ 21 કિલો ના લાડુ પર સોનાની રજ જોવા મળે છે. ગત વર્ષે આ લાડુ 16.60 લાખ માં વેચાયો હતો જયારે આ વર્ષે હરાજી માં વધારે લોકો એ ભાગ લીધો હતો.જેના કારણે લાડુ ની કિંમત માં પણ વધારો થયો હતો.

આ લાડુ બાલાપુર ના કોલાન રામ રેડી ના ફાળે ગયો હતો.આ લાડુ ચાંદી ની થાળી માં આપવામાં આવ્યો હતો.અને કોલાન રામ રેડી એ સન્માન પૂર્વક આ લાડુ મસ્તક ઉપર રાખ્યો હતો.ગણેશ ભગવાન ના વિસર્જન માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *