પિતા એ પુત્ર ને pubg ગેમ રમવાની પાડી ના,પછી પિતા જોડે બની અજીબો ગરીબ ઘટના. - Dhiraj News

પિતા એ પુત્ર ને pubg ગેમ રમવાની પાડી ના,પછી પિતા જોડે બની અજીબો ગરીબ ઘટના.

આ ઘટના ગુજરાત ની નહીં પરંતુ કર્ણાટક ના બેલગાવી જિલ્લા ના કાકટી ગામની છે,આ ઘટના માં પુત્ર એ પિતા નો જીવ લીધેલ છે,21 વર્ષીય યુવક રઘુવીર કુમ્બારે પોતાના પિતાજી ની હત્યા pubg ના રમવા દેવા ના કારણે કરી છે.

બેંગ્લોરઃ કાકટી ગામમાં રહેતા 21 વર્ષીય રઘુવીર કુમ્બારે તેના 61 વર્ષીય પિતાની હત્યા એટલા માટે કરી કે તેમણે પબજી રમવાની ના પાડી અને ગેમ માટે મોબાઇલમાં રિચાર્જ ન કરાવી આપ્યું. રિપોર્ટ પ્રમાણે ડિપ્લોમાની ડિગ્રી લઇને બેરોજગાર ફરી રહેલો રઘુવીર તેના પિતા પાસે રિચાર્જ કરાવવા પહોંચ્યો હતો અને બાદમાં આ ઘટના બની હતી.

રઘુવીરના પિતા ચાર મહિના અગાઉ પોલીસ વિભાગ માં થી નિવૃત્તિ લીધી હતી. પોલીસ ના કહેવા મુજબ શેકરપ્પાએ રઘુવીરને ગેમ રમવાની લત વિશે વારંવાર ટોક્યો હતો અને pubg ગમે થી દૂર રહેવા ની સલાહ આપી હતી. રવિવારે મોડી રાત સુધી pubg ગેમ રમી રહ્યો હતો. ત્યારે શેકરપ્પાએ તેને ગુસ્સામાં ટોક્યો હતો. પિતાના ગુસ્સાથી રઘુવીર પણ ગુસ્સે થઇ ગયો અને બહાર જઇને આસપાસના ઘરોની બારીઓના કાચ પણ તોડી નાખ્યા.

આ ઘટના માં આજુ બાજુ ના પાડોશી એ પોલીસ ફરિયાદ કરી હતી. રઘુવીર અને તેના પિતાને કાકટી પોલીસ સ્ટેશન માં હાજરી આપવી પડી હતી. અહીં શેકરપ્પાએ પોલીસને કહ્યું કે તેના દીકરાને ખુબજ ખરાબ pubg રમવાની લત લાગી ગયી છે . જેના કારણે ગુસ્સા વાળું વર્તન કરતો જોવા મળે છે. પોલીસ એ બન્ને ને સમજાવી ને ઘરે પરત મોકલ્યા.

ઘરે પહોંચીને રઘુવીર ફરી મોબાઈલ માં ગેમ રમવા લાગ્યો હતો. આ જોઇને શેકરપ્પાએ ગુસ્સા માં બૂમ પાડીને તેને સૂઇ જવા કહ્યું. તે બાદમાં સૂઇ ગયો અને સવારે 5 વાગ્યે જ્યારે શેકરપ્પા ઉંઘમાં હતા ત્યારે તેમના પર છરી થી હુમલો કરી દીધો. આ સમયે તેણે તેના મમ્મીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. શેકરપ્પાની રાડ સાંભળીને રઘુવીરના મમ્મીએ આસાપાસના લોકોને રાડો પાડીને બોલાવી લીધા હતા. જો કે તેઓ ત્યાં પહોંચે તે પહેલા રઘુવીરે તેના પિતાનું ગળું કાપી નાખ્યું હતું.છેવટે પોલીસ એ ગુનો નોંધી ને તાપસ ચાલુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *