download and install this app       એક પરિવાર ના બેંક એકાઉન્ટ માં ભૂલથી આવ્યા 86 લાખ રૂપિયા,અને વાપરી નાખ્યા,પછી........ - Dhiraj News

એક પરિવાર ના બેંક એકાઉન્ટ માં ભૂલથી આવ્યા 86 લાખ રૂપિયા,અને વાપરી નાખ્યા,પછી……..

તમારા બેંક એકાઉન્ટ માં ભૂલથી જો આવડી રકમ આવે તો તમે શું કરો,લાલચ માં ખર્ચ કરીને ને ફસાઈ શકો છો!આવી જ ઘટના પેન્સિલવેનિયા ના એક પરિવાર સાથે બની છે.

આ પરિવાર ના બેંક એકાઉન્ટ માં ભૂલથી બેંક એ 120000 ડોલર એટલે ( 86 લાખ રૂપિયા) ટ્રાન્સફર કર્યા,અને આ પરિવારે જોત જોતામાં બધા પૈસા ખર્ચ કરી નાખ્યા.

આ મુદ્દે બેંક દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી,ખર્ચ કરનાર વ્યક્તિ નું નામ ટીફીની વિલિયમ્સ છે,જેણે એક ઇન્ટરવ્યૂ માં કહ્યું આ પૈસા પોતે કાર નો શોખીન હોવાથી બધો ખર્ચ કાર લેવામાં ,અન્ય ચીજ અને મિત્રો ને પણ આપ્યાં છે.

 BB&T બેંક ને આ પૈસા જૉર્જિયા ના એક કસ્ટમર ના બેંક એકાઉન્ટ માં જમા કરવાના હતા,પરંતુ એકાઉન્ટ નંબર માં ભૂલ થવાથી આ ડિપોઝિટ ભૂલમાં ટીફીની વિલિયમ્સ ના એકાઉન્ટ માં ટ્રાન્સફર થયી ગયી હતી.

આ મુદ્દો કોર્ટ માં પહોંચતા કોર્ટે બધી રકમ બેંક ને પરત કરવાનો હુકમ કર્યો,તથા 25000 ડોલર પર જામીન આપ્યા.એટલે કે ટીફીની વિલિયમ્સ ને આ લાલચ માં બધી રકમ પરત પણ આપવી પડશે તથા 25000 ડોલર પોતાના ખીચા માંથી દેવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *