નવું એકટીવા લઈ ને જઈ રહ્યો હતો ઘર.રસ્તામાં પોલીસે ફાડ્યો 1 લાખ નો મેમો. - Dhiraj News

નવું એકટીવા લઈ ને જઈ રહ્યો હતો ઘર.રસ્તામાં પોલીસે ફાડ્યો 1 લાખ નો મેમો.

દેશ માં લાગુ પડેલા ટ્રાફિક નિયમો કોઈક ને સારા અને કોઈક ને કઠિન પણ લગતા હોય છે.પરંતુ ઓડિસા ના એક મેમો એ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

12 સપ્ટેમ્બરના દિવસે અરુણ નામનો વ્યક્તિ ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલા શોરૂમ માંથી એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બારંગ ની નજીક વાહનોનાં ચેકિંગ સમયે નંબર પ્લેટ ન હોવાને કારણે પોલીસે તેને રોક્યો હતો. આ એક્ટિવા 28 ઓગસ્ટે ખરીદ્યું હતું. પણ તેનો નંબર હજુ સુધી મળ્યો નથી. ટ્રાફિક પોલીસે આ મામલામાં, મેન્યુફેક્ચરર,ડીલર ,ઇમ્પોર્ટરના સ્તરે થયેલી ભૂલ માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

1 લાખ રૂપિયાના દંડની વાત સાંભળીને એક્ટિવા માલિક ના હોંશ ઉડી ગયા હતા. તેને પછી ખબર પડી કે , પોલીસે આટલા મોટા દંડ નું કારણ શું છે. જે બાદ તેણે તપાસ કરતાં ખબર પડી કે , શોરૂમમાંથી એક્ટિવાને રજિસ્ટ્રેશન નંબર જ અપાયો ન હતો. અને એક્ટિવાનું રજિસ્ટ્રેશન પણ તેના નામે ન હતું. આ મામલે ગાડી માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવા માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *