15 હજાર ની સ્કુટી ના માલિક સામે બન્યું 23 હજાર નું ચલાન,પૈસા ન ભરતા ગાડી કરાઈ જપ્ત. - Dhiraj News

15 હજાર ની સ્કુટી ના માલિક સામે બન્યું 23 હજાર નું ચલાન,પૈસા ન ભરતા ગાડી કરાઈ જપ્ત.

આ વાત ગુજરાત ની નહીં.પરંતુ દિલ્હી ની છે.દિલ્હી ના ગુંડગાવ કોર્ટ માં કામ કરતા કર્મચારી સામે ટ્રાફિક પોલીસે ફાડ્યું 23 હજાર નું ચલાન પરંતુ નવાઈ ની વાત એ છે કે આ કર્મચારી ની સ્કુટી ની વૅલ્યુ 15 હજાર ની છે.

ગાડી માલિક દિનેશ મદાન સોમવારે સવારે પોતાના કામ માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે એ અટકાયત કરીને લાઇસન્સ,હેલ્મેટ,પીયુસી જેવી અનેક વસ્તુ માંગી હતી.પણ દિનેશ પાસે હાજર કઈ પણ ન હતું.જેથી દિનેશ એ પેપર મંગાવીને અપાવાની વાત કરી ત્યાં તરત જ 23 હજાર નું ચલાન ફાટી ગયું.

આ ગુનો મોટર સાયકલ ના એક્ટ 1998 સેકશન 213(5)(e) જેવી ધારા ઓ દિનેશ પર નાખવામાં આવી હતી.જેમાં હેલમેટ ના 1 હજાર ,ડ્રાઇવિંગ લાઇસન્સ ના 5 હજાર,વગર ઇન્સોરન્સ ના 2 હજાર ,વગર રજીસ્ટેશન ના 5 હજાર, એનઓસી ના 10 હજાર એમ કુલ 23 હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો.દંડ આપવાની ના પડતા ગાડી જપ્ત કરાઈ.

દિનેશ આ વાત પાર કોર્ટ માં પણ પહોંચ્યા હતા.આમ દિનેશ ની 15 હજાર ની ગાડી સામે 23 હજાર નું ચલાન ફાટ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *