ગુજરાત માં સિંહ ઘાસ ખાતો વિડિઓ થયો હતો વાયરલ જાણો શું છે હકીકત. - Dhiraj News

ગુજરાત માં સિંહ ઘાસ ખાતો વિડિઓ થયો હતો વાયરલ જાણો શું છે હકીકત.

થોડાક દિવસો પહેલા એક સિંહ ઘાસ ખાતો વિડિઓ ગુજરાત માં ખુબજ વાયરલ થયો હતો.જેમાં લોકો ને આ વાત નવીન લાગી હતી જેના કારણે લોકો આ વિડિઓ સોશ્યિલ મીડિયા માં ખુબજ શેર કર્યો હતો.અને આ વિડિઓ જોઈને લોકો કહે છે “શું હવે સિંહ ને પણ ખાવાનું મળતું નથી?”

માંસાહારી સિંહ નો આ વિડિઓ જોય ને લોકો ને વિચાર આવતો હશે જંગલ ના રાજા ને આ હદ સુધી આવાની કેમ ફરજ પડી હશે.વાયરલ વિડિઓ માં સિંહ સ્પષ્ટ ઘાસ ખાતો દેખાય છે.તમે ગાય,ભેંસ ,ઘેટાં ,બકરા ને ઘાસ ખાતા જોયા હશે પરંતુ સિંહ ને પહેલી વાર જોયો હશે.

આ વિડિઓ કઈ વ્યક્તિ એ શૂટ કર્યો હતો અને ક્યારે કર્યો એ વાત ની પુષ્ટિ થયી નથી.

જોકે આ વિડિઓ માટે આઈવીઆરઆઈ બરેલી ના વૈજ્ઞાનિક અભિજીત પાવડે એ કહયું “સિંહ ,વાઘ, અને ચિતો માંસાહારી હોવાથી માસ જ ખાતા હોય છે.પરંતુ ઘાસ ખાય એ કોઈ મોટી વાત નથી જયારે આ પ્રાણી ઓનાં પેટ ખરાબ થાય છે.ત્યારે ઘાસ ખાય છે.અને ઉલ્ટી દ્વારા ખાદ્યપર્દાર્થો ને બહાર કાઢે છે.જેનાથી તેનું પેટ સાફ રહે છે.અને બીમારી નો ભોગ બનતા બચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *