અમિતાબ બચ્ચન ને લોહી નું દાન કરનાર એવા સુરત ના વેલજીભાઈ નું થયું અવસાન. - Dhiraj News

અમિતાબ બચ્ચન ને લોહી નું દાન કરનાર એવા સુરત ના વેલજીભાઈ નું થયું અવસાન.

બોલિવૂડ ના મહાનાયક અને ખલનાયક તરીકે ઓળખાતા એવા અમિતાબ બચ્ચન “કુલી”ફિલ્મ ના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.આ વાત સાંભળતા જ સુરત થી મુંબઈ જઈને વેલજીભાઈ એ અમિતાબ બચ્ચન ને રક્તદાન કર્યું હતું. આવા દિલદાર વેલજીભાઇ નું 71 વર્ષે ની વયે રાજકોટ ની હોસ્પિટલ માં સારવાર દરમિયાન નિધન થયું હતું.

વેલજીભાઇ શેલિયા મૂળ રાજકોટ ના જસદણ માં આવેલા આટકોટ ગામના વતની હતા.વેલજીભાઈ ના સંતાનો હાલમાં સુરત ના કતારગામ માં રહે છે.વેલજીભાઇ સામાજીક કાર્યો માં હંમેશા આગળ રહેતા હતા.વેલજી ભાઈ એ અમિતાબ બચ્ચન ને જ નહીં પરંતુ આગળ 128 વખત બીજા લોકો ને રક્તદાન કરેલું હતું.છેલ્લે વાલજીભાઇ સુગર ની બીમારી થી પીડાતા હતા જેના કારણે વેલજીભાઇ ને રાજકોટ ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ વેલજીભાઇ નું સારવાર દરમિયાન જ અવસાન થયું હતું.

આ અવસાન બાદ વેલજીભાઇ ના પુત્રો એ કહ્યું.”પિતાજી લોહી નું દાન કરવા સુરત થી છેક મુંબઈ ગયા હતા,પરંતુ અમિતાબબચ્ચન એ આજ સુધી મુલાકાત લીધી નથી.પણ અમિતાબ બચ્ચન ના પત્ની જયા બચ્ચન એક વાર રાજકોટ ની મુલાકાત પર આવ્યા હતા,ત્યારે તેમને પિતાજી નું સન્માન કર્યું હતું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *