સુરત: PM મોદી નું માસ્ક પહેરીને લોકો ગરબે રમ્યા,વિડિઓ થયો વાયરલ.
નવરાત્રી ગુજરાતી નો પ્રિય તહેવાર માનવામાં આવે છે,લોકો મોડી રાત સુધી ગરબે રમતા જોવા મળે છે.જેમાં કેટલીક યુવતીઓએ પીઠ પર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ નું ટેટુ બનાવડાવ્યું હતું. અને શુક્રવારે સાંજે કેટલાક યુવક અને યુવતી ઓ pm મોદી નું માસ્ક પહેરીને ગરબે રમતા નજરે પડ્યા હતા.
જમ્મુ કાશમીર માં કલમ 370,35A અને ચંદ્રયાર્ન-2 ની ખુશી માં આ ટેટુ બનાવ્યા હતા.

ગરબામાં આ વર્ષે બેકલેસ ચોલી અને ભારતીય-પશ્ચિમ ડ્રેસ ની વધારે પસંદગી કરવામાં આવી છે.કેટલાક લોકો એ “સે નો ટુ પ્લાસ્ટિક”,અને “પાણી બચાવો” ના સ્લોગન પીઠ પર બનાવ્યા હતા.
નવરાત્રી નું આયોજન ગુજરાત ભરમાં કરવામાં આવે છે.જેમાં કેટલાક વિદેશી પ્રવાસી ગુજરાત ની નવરાત્રી ની મુલાકાત પણ લે છે.