સરકારે ખેડૂતો માટે મોટું પેકેજ જાહેર કર્યું....જાણો વિગતવાર... - Dhiraj News

સરકારે ખેડૂતો માટે મોટું પેકેજ જાહેર કર્યું….જાણો વિગતવાર…

ગુજરાત સરકાર ગુજરાત ના ખેડૂત ના વ્હારે આવી છે….સરકાર ખેડૂત માટે મોટા પેકેજ ની પણ જાહેરાત કરી છે…..

આ જાહેરાત ગુજરાત ના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી છે….

ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ખેડૂતોને લઇને મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને લઇને જાહેરાત કરી હતી જેમાં 2 લાખ ખેડૂતોને વધારાની સહાય આપવાની જાહેરાત કરી છે. જે લગભગ નુકસાનનાં 33 ટકા ભાગ જેટલું થાય છે.

નીતિન પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતો માટે 700 કરોડનાં પેકેજની જાહેરાત કરે છે.

ખેડૂતોને RTGS દ્વારા ચુકવણી કરવામાં આવશે:

ટૂંક સમયમાં નક્કી કરવામાં આવેલા ખેડૂતોને RTGS દ્વારા ચુકવણી કરવામાં આવશે અને પાક વીમાનો સર્વે પૂર્ણ થયા બાદ વધારે સહાય જાહેર કરવામાં આવશે, તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ. તેમણે એ પણ જણાવ્યું કે 18 નવેમ્બરથી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને લઇને મોટી જાહેરાત કરતા પહેલા નીતિન પટેલે મહેસૂલ ઊર્જા મંત્રી સાથે મીટિંગ કરી હતી. તેમણે આર.સી. ફળદુ અને સૌરભ પટેલ સાથે બેઠક કરી હતી.

કૉંગ્રેસની કથની અને કરણી બંને અલગ છે:

નિતિન પટેલે કહ્યું કે, 2 લાખ ખેડૂતોને 33 ટકાથી વધારેનું નુકસાન થયું છે. ખેડૂતોનોએ આરટીજીએસ દ્વારા સહાય પહોંચાડવામાં આવશે…….. પ્રાથમિક સર્વેમાં 5 લાખ હેક્ટરમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.” આ દરમિયાન નીતિન પટેલે કૉંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “કૉંગ્રેસ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે છે…….

કૉંગ્રેસની કથની અને કરણી બંને અલગ છે…….મધ્યપ્રદેશમાં કૉંગ્રેસની સરકાર છે છતા પણ કોઈ માફી આપવામાં આવી નથી. પહેલા કૉંગ્રેસ પોતાના રાજ્યોમાં ખેડૂતોને સહાય આપે, પછી અમારી સામે આંદોલન કરે. અમારી સરકાર ખેડૂતોનાં પડખે છે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *