'દયા'ને પાછી લાવવા 'જેઠાલાલે' લીધી મોટી પ્રતિજ્ઞા, દયા નહીં તો પોતે ગરબા નહીં રમે! - Dhiraj News

‘દયા’ને પાછી લાવવા ‘જેઠાલાલે’ લીધી મોટી પ્રતિજ્ઞા, દયા નહીં તો પોતે ગરબા નહીં રમે!

હમણાં થોડા સમયથી ભારે ચર્ચા હતી કે દિશા વાકાણી એટલે કે દયા બહેન એ તારક મહેતા ના શૉ માં પરત ફરવાની તૈયારી બતાવી હતી . અને નવરાત્રી પર એક સ્પેશ્યલ એપિસોડ માં દયાબેન ની ગ્રાન્ડ એન્ટ્રી રાખવામાં આવશે. આ ખબર વચ્ચે હવે તે વાત પણ જાણવા મળી છે કે સિરિયલમાં દયાબેનની એન્ટ્રી કેવી રીતે થશે. આધારભૂત સ્ત્રોતથી જાણવા મળ્યું છે કે નવરાત્રીના સમયે ગરબા ક્વીનના નામે ગોકુળધામમાં પ્રસિદ્ધ દયાબેનને લોકો ખૂબ જ મિસ કરે છે. અને તેમાં પણ ખાસ કરીને જેઠાલાલ!

નવરાત્રીનો માહોલ છે, ગોકુળધામમાં તમામ તૈયારી થઇ ગઇ છે. અને તમામ ગોકુળધામ વાસીઓને ગરબા માં મન નથી લાગતું તેથી દયાબેન ને બધા લોકો ખુબજ યાદ કરે છે. જેઠાલાલ તો દયાબેનને એટલા બધા યાદ કરે છે કે દુખી થઇ ને તે માં અંબે સામે પ્રતિજ્ઞા લે છે કે “હું ત્યાં સુધી નવરાત્રીમાં ગરબા નહીં રમું જ્યાં સુધી દયાબેન પાછા પરત નહીં ફરે.”

આ વાત સાંભળી આખી સોસાયટી દયાબેનની શોધખોળમાં લાગી જાય છે. પણ તેમના તમામ પ્રયાસો અસફળ રહે છે. જો કે એટલામાં જ જ્યારે તમામ આશાઓ ઠગારી નીકળે છે ત્યારે જ દયાબેનની જોરદાર એન્ટ્રી મારે છે. અને આખું ગોકુળધામ ના બધા લોકો નવરાત્રી ના ગરબા રમી ને મજા માણે છે.

ઉલ્લેખનીય છે કે દયાબેન ના હોવાના કારણે તારક મહેતા શૉ ને ટી.આર.પી માં નુકશાન થયું હતું.દયાબેન પાછા શૉ માં આવના વાત સાંભળી ને દર્શકો માં ઉત્સાહ જોવા મળ્યો હતો.આ શો ફરી થી દર્શકો ના મન જીતી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *