કોફી નું સેવન કરવાથી લિવર ના કેન્સર નું જોખમ ઘટે છે.... - Dhiraj News

કોફી નું સેવન કરવાથી લિવર ના કેન્સર નું જોખમ ઘટે છે….

વધારે પડતું કોફી નું સેવન નુકશાનકર્તા પણ છે….પરંતુ કોફી કેન્સર જેવી ભયાનક બીમારી થી દૂર રાખે છે…એટલે કેન્સર નું જોખમ ઘટે છે…..

બ્રિટિશ જર્નલ ઓફ કેન્સર નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચમાં 4 લાખથી વધારે લોકો પર 7.5 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો….. અમેરિકામાં રહેતા આ તમામ લોકોનાં કોફીનાં સેવનનું અવલોકન કરવામાં આવ્યું હતું…..

આ રિસર્ચમાં સામે આવ્યું કે ઇન્સ્ટન્ટ કોફીનું સેવન કરતા લોકોમાં અન્ય લોકોની સરખામણીએ લિવરનાં કેન્સરનું જોખમ ઓછું હોય છે………

આ રિસર્ચ મુજબ કોફીનું સેવન ન કરતા લોકો ધૂમ્રપાન અને આલ્કોહોલનું વ્યસન કરે છે. તેવા લોકોમાં કોલેસ્ટેરોલ સહિત ડાયાબિટીસ બીમારીઓનું પ્રમાણ પણ વધારે મળે છે……..

આ રિસર્ચના લીડ ઓથર કિમ તુ જણાવે છે કે કોફીનું સેવન કરતા લોકો ઓછાં પ્રમાણમાં વ્યસન કરે છે અને તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. કોફીમાં એન્ટિ ઓક્સિડન્ટ અને કેફિન હોવાથી તે કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે…….

વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડના રિપોર્ટ અનુસાર જ આ રિસર્ચના પરિણામ મળ્યા છે, જે દર્શાવે છે કે કોફીનું સેવન કરવાથી લિવર કેન્સરનાં જોખમને ઘટાડી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *