પરંપરા બદલાવી દુલ્હન જાન લઇ ને વરરાજા ના ઘરે પહોંચી. - Dhiraj News

પરંપરા બદલાવી દુલ્હન જાન લઇ ને વરરાજા ના ઘરે પહોંચી.

આ લગ્ન ખુબજ ચર્ચા નો વિષય બન્યા છે.દુલ્હન ખુદ નિકાહ કરવા દુલ્હા ને ઘરે જાન લઈને પહોંચી.

આ દુલ્હન નું નામ ખદીજા અખ્તર ખુશી છે.આ દુલ્હન એ બાંગ્લાદેશ ની મહિલા ઓના પ્રેણના માટે કર્યું હતું.

આ દેશ માં આ પહેલી ઘટના બની છે.પહેલા સદીઓથી દુલ્હા જ દુલ્હન ની ઘરે નિકાહ કરવા જતા હતા.

આ દુલ્હન ખદીજા અખ્તર ખુશી એ કહ્યું “દુલ્હા જાન લઈને જઈ શકે છે,તો દુલ્હન કેમ નહીં ? તારીક ઇસ્લામ સાથે તેમના લગ્ન બાંગ્લાદેશમાં ચર્ચાનો વિષય બન્યા છે

કેટલાક બાંગ્લાદેશીઓ આ લગ્ન ને પ્રેણનાદાયક માને છે.તો કેટલાક લોકો ને આ વાત પસંદ પડી નથી.સોશ્યિલ મીડિયા માં કોઈ વ્યક્તિ એ આ લોકોને ને ચંપલથી મારવાની પણ વાત કરી છે.

જોકે,દુલ્હન ખદીજા અને તેમના પતિ આ રીતે નિકાહ કરવાને એક યોગ્ય પગલું માને છે.અને દુલ્હન એ કહ્યું”વાત પરંપરા ની નથી,વાત મહિલા ના અધિકારો ના છે અને આનાથી મહિલા વિરુદ્ધ અત્યાચાર ઓછાં થશે, મહિલાઓને તેમની ગરિમા પાછી મળશે.અને બધું સમાન હશે “.

આ નવદંપતી ને ખબર હતી કે આ લગ્ન નો બધા વિરોધ કરશે. તો પણ આ લોકો હિમ્મત હાર્યા ના હતા.

તેમનું લગ્ન ભારતની સરહદ પાસે શનિવારે એક ગ્રામ્ય વિસ્તારમાં થયું.

તેમના પરિવારજનો પણ પહેલાં આ રીતે નિકાહ થાય તે માટે તૈયાર નહોતા.

નવદંપતિ કહે છે, “કેટલાક લોકો કોર્ટ મૅરેજ કરે છે, કેટલાક લોકો મસ્જિદમાં જાય છે. અમે ધાર્મિક રીતે લગ્ન કર્યા હતાં.”

“એક કાઝી અમારા નિકાહના સાક્ષી બન્યા હતા. આવી રીતે નિકાહની નોંધણી થઈ હતી. આ નિકાહની ઔપચારિકતા હોય છે. અમે આવું જ કર્યું હતું.”

તેમણે કહ્યું, ” એ મહત્ત્વપૂર્ણ નથી કે લોકો શું વિચારે છે, અમુક લોકો જુદી રીતે વિચારે છે, બધાનો પોતાનો અભિપ્રાય હોઈ શકે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *