અમદાવાદ ના યુવક ને થયી ફેસબુક માં ફ્રેન્ડશીપ ,અને જયારે પ્રેમિકા ને મળવા જૂનાગઢ ગયો તો થયી ગયો દાવ....... - Dhiraj News

અમદાવાદ ના યુવક ને થયી ફેસબુક માં ફ્રેન્ડશીપ ,અને જયારે પ્રેમિકા ને મળવા જૂનાગઢ ગયો તો થયી ગયો દાવ…….

આજ કાલે સોશ્યિલ મીડિયા નો ઉપયોગ વધતો જતો જોવા મળે છે.જેટલો ફાયદો એટલું જ નુકશાન થાય છે,કારણ કે લોકો સોશ્યિલ મીડિયા નો ગેરકાયદેસર ઉપયોગ કરે છે.

આવો એક કિસ્સો અમદાવાદ ના યુવક સાથે બન્યો છે.આ યુવક નું નામ પંકજ પાનસુરીયા હતું.જેની કાજલ પટેલ સાથે ફેસબુક માં ગાઢ મિત્રતા થયી હતી ,કાજલ એ પંકજ ને જૂનાગઢ મળવા બોલાવ્યો.જેવી પંકજ ની મુલાકાત કાજલ સાથે થયી, નવું ચિત્ર જોવા મળ્યું.

કાજલ એ પંકજ ને જોષીપરા વિસ્તાર ના ઘર નું સરનામું આપ્યું હતું.ઘર એ પહોંચતા ની સાથે જ કાજલ સાથે અન્ય 2 જણા એ પંકજ ને ગોંધી રાખી અને બાંધી ને માર માર્યો,ત્યાર બાદ 2 લાખ ની માંગણી પણ કરી હતી.પંકજ પાસેથી પૈસા અને બેંકકાર્ડ પણ લઇ લીધા.

વ્યવસાયે સેલ્સમેન નું કામ કરતા પંકજ ને સાંજ સુધી માર મારનાર વ્યક્તિ ઓમાં જેમાં એક પોલીસ હોવાનું જણાવ્યું ત્યારે બીજા એ કાજલ નો પતિ હોવાનું જણાવ્યું.છેવટે પંકજ પોલીસ મથકે પ્હોસ્યો. જયારે પોલીસ કાજલ ના ઘરે પહોંચી ત્યારે ત્યાં કોઈ હાજર ન હતું.

ત્યારબાદ પોલીસે કાજલ અને અન્ય બે વ્યક્તિ સામે હનીટ્રેપ નો ગુનો નોંધી ને આરોપી ઓની ધરપકડ કરવાની કાર્યવાહી તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *