409 વર્ષ જૂના મેળાનું આજે આયોજન કરાશે, એક લાખ પર્યટકો પહોંચશે દર્શને. - Dhiraj News

409 વર્ષ જૂના મેળાનું આજે આયોજન કરાશે, એક લાખ પર્યટકો પહોંચશે દર્શને.

મૈસૂર: જ્યારે પણ દશેરાની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં મૈસૂરનું નામ સામે આવે છે. અહીં આશરે 400 કરતાં વધુ વર્ષથી દશેરાની જમ્બો સવારી નીકળે છે. આ વખતે જમ્બો સવારી મંગળવારે મૈસૂર પેલેસથી કાઢવામાં આવશે. તેની તૈયારી હાલમાં પૂર્ણ થયી ગયી છે. તેને જોવા માટે લખો પર્યટકો હાજરી આપશે. મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા પરિવાર અને મંત્રીમંડળના સાથીઓની સાથે મંગળવારે 3 વાગે મૈસૂર પહોંચશે. સાંજે કાર્યક્રમનું ઉદઘાટન કરશે. સીએમ મૈસૂર પેલેસના બલરામ ગેટની સામે નંદી દ્વ્રારે પૂજા કરશે. આ પ્રસંગે મૈસૂરનો શાહી પરિવાર ચામુન્ડેશ્વરી પર ફૂલોની વર્ષા કરશે. દેવીને હાથી અર્જુનની પીઠ પર એક સોનાના સિંહાસન પર બિરાજમાન કરાશે. મેળામાં રાજ્યના તમામ 30 જિલ્લાની ઝાંખીઓ તૈયાર કરાશે. આશરે 150 કલાકાર પ્રદર્શન કરવામાં આવશે. ઘણી ઝાંખીઓ હશે. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારોના કાર્યક્રમ, સાંસ્કૃતિક અને પર્યટન સ્થળોનું પ્રદર્શન કરાશે.
મૈસૂરના રાજમાર્ગો પર ગાડીઓની લાંબી લાઇનો લાગી, હોટલો ફૂલ
મૈસૂર જતા-આવતા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર એક દિવસ પહેલાં જ વાહનોની લાંબી લાઇનો લાગી રહી છે. મોટી સંખ્યામાં લોકો શહેર પહોંચી રહ્યા છીએ. મૈસૂર અને તેની આસપાસની મોટા ભાગની હોટલ ફૂલ થઇ ગઇ છે. મૈસૂરમાં 1610માં પહેલી વખત દશેરા મેળાનું આયોજન કરાયું હતું. કર્ણાટકમાં દશેરા પ્રાદેશિક તહેવાર તરીકે મનાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *