download and install this app       દુર્ગા ઉત્સવ જોવા જતાં લોકોની હોડી નદીમાં પલ્ટી ખાઈ જતા, ભાઇ-બહેન સહિત 3 બાળકોના મોત - Dhiraj News

દુર્ગા ઉત્સવ જોવા જતાં લોકોની હોડી નદીમાં પલ્ટી ખાઈ જતા, ભાઇ-બહેન સહિત 3 બાળકોના મોત

નવરાત્રી ના ઉત્સવ પછી પશ્ચિમ બંગાળન માં એક અલગ જ બનાવ બન્યો હતો,જેમાં નાના બાળકો ના મોત થયા હતા.જેમાં દુર્ગા ઉત્સવ જોવા જતા સમયે હોડી પલ્ટી ખાઈ ગયી હતી..

 પશ્ચિમ બંગાળના માલાદા જિલ્લામાં મંગળવાર સાંજે 15 મુસાફરો ભરેલી હોડી પલટી જતાં 3 બાળકોના મોત થયા હતાં……જેમા બે સગા ભાઇ-બહેન સામેલ છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર માલદાના વૈષ્ણવનગર વિસ્તારમાં ભુવન મંડલ પારા અને સચિત્ર મંડલ પારા વચ્ચે હોડી પલટી ખાઈ ગયી હતી…. હોડીમાં સવાર લોકો દુર્ગા ઉત્સવ જોવા જતાં હતા. જેમાંથી 12 લોકો તરીને બહાર આવી ગયા હતા…… જ્યારે 3 બાળકોના ડૂબી જતાં મોત થયા હતા. મૃતકોના નામ દેવરાજ મંડલ (5 વર્ષ), જુલી મંડલ (9 વર્ષ) અને પ્રેમ કુમાર મંડલ (12 વર્ષ) હોવાનુ જાણવા મળ્યું છે……પોલીસે ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી ને નવી કાર્યવાહી હાથ ધરી છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *