તામિલનાડુ ના ડોક્ટરો એ માત્ર 140 રૂપિયાના ખર્ચે 5 કલાકમાં ગાયના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક કાઢ્યું..... - Dhiraj News

તામિલનાડુ ના ડોક્ટરો એ માત્ર 140 રૂપિયાના ખર્ચે 5 કલાકમાં ગાયના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક કાઢ્યું…..

તમિલનાડુ ના ચેન્નઈમાં આવેલ વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીમાં એક ગાયની સર્જરી કરવામાં આવી હતી.

સર્જરી કરીને ગાયના પેટમાંથી 52 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું છે. સર્જન એ. વેલાવન મુજબ, ગાયના પેટમાં એટલું બધું પ્લાસ્ટિક હતું કે તેને કારણે ગાયને દુખાવો(પીડા ) થતી હતી. તેના દૂધની માત્રા પણ ઘટી ગયી હતી……

આ સર્જરી સવારે 11 વાગ્યે શરૂ થઇ હતી અને સાંજે સાડા 4 વાગ્યા સુધી ચાલી હતી. તેમાં યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ્સએ પણ યોગદાન આપ્યું હતું.

ડોક્ટર્સનો દાવો છે કે સર્જરીમાં માત્ર 140 રૂપિયાનો જ ખર્ચ થયો છે. જો આ જ સર્જરી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં થઇ હોત તો અંદાજે 35 હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *